ઉમરગામ: ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે’ તેમ ઉમરગામના આ પરિવારે કલ્પના પણ ન કરી હશે કે એક સાથે બે દીકરાનું મોત જોવું પડશે.. ગતરોજ ઉમરગામના વંકાસ ભીમરાપાડા ગામના 2 ભાઈઓએ અલગ અલગ જગ્યાએ ગળે ફાંસો ખાઈ પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે ઉમરગામના વાંકાસના ભીમરાપાડા ગામના લલ્લુભાઇ રઘુભાઇ ભીમરાના મેહુલ નામનો પૌત્ર જે કંપનીમાં નોકરી કરતો હતો અને બીજો નાનો પૌત્ર સાહિલ જે અભ્યાસ કરતો હતો ત્યારે ગઈકાલે રાત્રે સાહિલે ઘરમાં જ ફાંસો ખાઈ લીધો હતો અને રાત્રી સમયે મોટો ભાઈ મેહુલ નરેશભાઈ ભીમરાએ ઘર પાછળની આંબા વાડીમાં આંબાના ઝાડ પર સાથે ફાંસો ખાઈ મોતને ગળે લગાવી લીધું હતી.

આ ઘટનાની જાણ થતા જ ઉમરગામ પોલીસ ઘટના સ્થળે પોહચી સાહિલ અને મેહુલ ભીમરાની લાશનો કબ્જો મેળવી બંને ભાઈઓની લાશનું PM કરાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. હાલમાં આ ઘટના વિષે પોલીસે પરિવારના મંતવ્યો લઇ આગળની તપાસ કરી રહી છે.

Bookmark Now (0)