વલસાડ: તાઇવાન માં તાઇપેન શહેરમાં 8 મી વલ્ડ તાઈ ચી ચેમ્પિયનશીપ મા તા 28 થી તા29 ઓક્ટોમ્બર ના રોજ રમાઈ હતી જેમાં તાઈ ચી છુવાન એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા રમવા ગયેલા ગુજરાત ના માસ્ટર હિતેશ બી પ્રજાપતિ નું શાનદાર પ્રદશન બતાવી ને (50વર્ષ ની ઉંમરે પોતે રમીને પોતાના ગામ જિલ્લા રાજય તેમજ દેશના બાળકો ને આગળ લઈ જઈ શકે) બ્રોઝ મેડલ મેળવીને તાલુકા, જિલ્લા, રાજ્ય, અને દેશ નું નામ વધાર્યું છે

Decision News ન મળેલી જાણકારી પ્રમાણે આ ટુર્નામેન્ટમાં ચાઇના, જાપાન, કોરિયા, અમેરિકા, આફ્રિકા,મલેશિયા, મોરેશેષ જેવા અલગ અલગ 46 દેશો એ અને6 હાજર વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો જેમાં ભારતના ભાગ લેનાર 5 વ્યક્તિ જેમની સાથે ભારત વતી કોચ તપન પીડિત એમની સાથે ભારતની ટીમ માસ્ટર હિતેશ બી પ્રજાપતિ(ગુજરાત) દક્ષા એમ ચૌધરી (ગુજરાત) સુરેન્દ્ર વહી (કેરલા) મનોજ વાડકર (ઔરંગાબાદ) એલેખઝડર ફેંદડીશ (મુંબઈ) જેમણે ભારત માંથી ભાગ લીધો હતો જેમાં માસ્ટર હિતેશ બી પ્રજાપતિ બ્રોઝ મેડલ (ગુજરાત) સુરેન્દ્ર વહી સિલ્વર મેડલ (કેરલા) મનોજ વાડનકર બ્રોઝ મેડલ (ઔરંગાબાદ) અનેરિ સિધી મેળવેલ છે

આજ રોજ વલસાડ જિલ્લામાં ધરમપુર મુકામે એસ, એમ, એસ, એમ , હાઇસ્કુલ ના કમ્પાઉન્ડમાં તા 12 /11 / 2023 ને રવિવારે સવારે 10,00 કલાકે માસ્ટર હિતેશ બી પ્રજાપતિ, તેમજ દક્ષા એમ ચૌધરી નું સન્માન શ્રી સ્વામિનારાયણ સ્કૂલ રામવાડી ના ટ્રસ્ટી શ્રી હરિવલ્લવભ સ્વામીજી તથા શાળાના આચાર્ય શ્રીઓ મહેશ સર, વિદિશાબેન ,હેતલ બેન, રાધાબેન, રક્ષાબેન તેમજ શાળના શીશકગણ તથા વુશું કુંગફુ ના તાઈ ચી ના કોચ અને વિદ્યાર્થીઓ તેમજ વાલિગણ દ્વારા માસ્ટર હિતેશ બી પ્રજાપતિ અને દક્ષા એમ ચૌધરી નું સ્વામીજી હસ્તકે. પૂછપગુચ્છ તેમજ છાલ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું