ધરમપુર: ધરમપુર તાલુકામાં આવેલાં આવધા ગામ ખાતે સમગ્ર ભારત અને ગુજરાતની જેમ જ ક્રાંતિકારી બિરસામુંડા 148 મી જન્મ જયંતિ નિમિતે આદિવાસી વિસ્તારોમાં સાંસ્કૃતિક અને જન જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જુઓ વિડીઓ…

ઉલ્લેખનીય છે કે જળ જંગલ જમીન બચાવવા માટે સઘર્ષ કરનાર ક્રાંતિકારી યોદ્ધા એ માત્ર 25 વર્ષ ની ઉંમરે બ્રિટિશ શાશન ના પાયા હલાવી નાખનાર,દેશની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું આદિવાસીઓ માટે આજીવન સઘર્ષ કરનાર મહામાનવ,ધરતી આબા જનનાયક આદિવાસી નેતા ક્રાંતિકારી બિરસા મુંડાજી ને 148 મી જન્મ જયંતી પર આદિવાસી લોકો ભાવભેર યાદ કર્યા હતા

આ પ્રસંગે ઉપસ્થિત એડવોકેટ શ્રી પરેશ ભાઈએ રૂઢિ ગ્રામ સભાની તાકાત શુ છે. પેસા એક્ટ અને બંધારણ વિષેની સચોટ માહિતી આપી અને સાથે એમના વકતવ્યમાં કહેવામાં આવ્યું કે કોઈ પણ સમાજ સાથે અન્યાય થાય તો તાકાત થી અવાજ ઉઠાવે એવો એક ધારાસભ્ય અનંત પટેલ છે અને એનો ગર્વ આદિવાસી સમાજ એ લેવો જોઈએ ની વાત કરી હતી. આ કાર્યક્રમમાં સાઉન્ડ,અને લાઇટિંગ બોપીના માજી સરપંચ શ્રી નવસુભાઈ દ્વારા આપવામાં આવ્યું હતું

Bookmark Now (0)