ધરમપુર: બે દિવસ પહેલાં ધરમપુર પોલિસ સ્ટેશન ખાતે ધરમપુર PSI સાહેબશ્રીને આદિવાસી સમાજના સ્થાનિક સામાજિક આગેવાનો સાથે મળી આ વિસ્તારના પ્રાણ પ્રશ્નો ણ સમસ્યાઓ વિષે વાત કરી અને નવા વર્ષની શુભકામના પાઠવી હતી.
Decision News ને મળેલી માહિતી આ પ્રસંગે પ્રજાપતિ PSI શ્રી યુવાનોમાં સાઇબરક્રાઈમ અંગે જાગૃતિ અને જરૂરી માર્ગદર્શન આપ્યું અને કોઈ પણ અજાણી વ્યક્તિ ફોન કરી ને બ્લેક મેઈલ કરે કે પૈસા ની માંગણી કરી હેરાન કરે તો તાત્કાલિક પોલીસ સ્ટેશન નો સંપર્ક કરવો અથવા 1930 નંબર પર સાઇબર ક્રાઈમ નો ભોગ બનનાર વ્યક્તિ એ તાત્કાલિક સંપર્ક કરવો અને જે વિગત થઈ હોય એ સાચી માહિતી આપવી જેવી અનેક બાબતો અંગે માહિતગાર કર્યા હતા
આ બેઠક પ્રસંગે સામાજિક આગેવાન કલ્પેશ પટેલ વિજય અટારા,કમલેશ પટેલ,વાંકલ ગામના આગેવાન રાકેશ પટેલ,હેમંત પટેલ,હાર્દિક પટેલ,પ્રણય પટેલ,જીતેશ પટેલ,નીરવ પટેલ,લાલુ પટેલ સાથે મુલાકાત કરી હતી.