નાનાપોઢા: કપરાડા તાલુકાના નવોદિત અને સાહિત્ય રસિકો માટે કપરાડા આદિવાસી સાહિત્યમંચ દ્વારા ડાહ્યાભાઈ વાઢુ(સાહિત્ય સંશોધન અને સંપાદક), ડૉ. અરવિંદભાઈ પટેલ (સાહિત્ય સંપાદક અને સંશોધક) તેમજ અરવિંદભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ એન. આર. રાઉત હાઈસ્કૂલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો.

આદિવાસી સમાજમાં અખૂટ સાહિત્ય રહેલ છે, જેમકે સંસ્કૃતિ, સંસ્કાર, રીતિરીવાજ,પહેરવેશ, ખાનપાન, લોકકથા, લોકવાર્તા, લોકગીતો, વારતહેવાર, લોકબોલી જેવી અનેક વિવિધતાસભર સાહિત્ય સમાયેલ છે. જેને ઉજાગર કરવાના હેતુસભર આ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવેલ હતું.સાથે સમાજનું ઉત્થાન કાર્ય માટે આયોજન કરવામાં આવે હતું.

આ કાર્યક્રમમાં મુખ્યવક્તા,શિ. વિદ.ડૉ. પ્રતિભા દેશમુખ ચૌરે(મહારાષ્ટ્ર) તેઓએ જણાવ્યું હતું કે આજની પેઢી માટે કુટુંબની મહિલાઓ આગળ આવી સમાજ માટે કાર્ય કરે એ જરૂરી છે.આપણે આપણા માટે નહીં પરંતુ સમાજ માટે કંઈક કરીએ એ જરૂરી છે. ,કુલિન પટેલ(અનાવલ) તેમણે જણાવ્યું હતું કે આજે અખબારમાં આવતી ખબરો સમાજ માટે કેમ છે જે સમાજે જરૂરી ચોખવટ કરી આપવી જોઈએ. અખબારોમાં છપાતી ખબરો માટે સમાજ પણ જવાબદાર બને છે,તેમજ બાબુભાઇ પટેલ, ડૉ. અરવિંદભાઈ પટેલએ જણાવ્યું હતું કે આજના સમયમાં આદિવાસી સમાજના સાહિત્ય માટે સંશોધન અને સંપાદન માટે આપણે ખૂદ જવાબદાર છીએ. જેમના માટે આપણે જવાબદારી સ્વીકારવી પડશે અને ક્યાં ક્યાં સોપાનોનો ખ્યાલ રાખવો પડે એની માહિતી આપી હતી., પ્રા. ડૉ. જગદીશભાઈ ખાંડરા તેમણે આજના નવયુવાનો સર્જન કરી રહ્યા છે જેઓને બિરદાવ્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન ડૉ. અરવિદભાઈ પટેલ,ડાહ્યાભાઈ વાઢું ,આદિવાસી સમાજના અગ્રણીઓ, વલસાડ, ડાંગ, સુરત, મહારાષ્ટ્ર, નગરહવેલી તેમજ અન્ય પ્રાંત માંથી સાહિત્ય રસિકો અને સર્જકો,શિક્ષકો, શૈક્ષિક મહા સંઘ કપરાડા તાલુકાના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના આયોજક જસવંતભાઈ ભીંસરા (સાહિત્ય રસિક), રાજેશભાઇ પટેલ (કવિ), બાબુભાઇ ચૌધરી (દમણગંગા ટાઇમ્સના કોલમિસ્ટર “સંવેદન”,મનોજભાઈ જાદવ (સાહિત્ય રસિક), ડૉ. જગદીશ ખાંડરા (આદિવાસી લોક સાહિત્યના સંશોધક અને સંપાદક) આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જસવંતભાઈ ભીંસરા અને રાજેશભાઇ પટેલે કર્યું હતું.