વાંસદા: નવસારી જિલ્લાના સુખાબારી ગામમાં જે 70 જેટલા આદિવાસી બાળકોમાં ટ્યૂશન થકી શિક્ષણની જ્યોત પ્રગટાવી રહેલા પદમાંબેન નામના મહિલાને મદદરૂપ બનવા માટે સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ પોહ્ચ્યું હતું અને બાળકોને શિક્ષણકીટ આપી હતી.
જુઓ વિડીયો..
Decision News મળેલી માહિતી મુજબ સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ હોસ્ટેલ કે આશ્રમશાળામાં બાળકોને આપણા અનુ. જન જાતિ સમાજનાં બાળકોની માહિતી લઈ એમને મદદ જેવી કે, નોટબુક, ઓઢવા ધાબળા ચાદર, ભણતર કીટ, જે બાળકોને પાસે નવનીત, કે ગાઈડ, કપડાં જેવી જરૂરી વસ્તુઓ, કોઈ નું ઘર બળી જાય કે પુર નુકશાન વગેરે તો અનાજ કીટ કે વાસણો હોસ્પિટલમાં જો..આર્થિક રીતે નબળા હોય તો તેમને મદદ, એકલા રહેતા વડીલ હોય એમને મદદ,સમૂહ લગ્ન,કે,તાલીમ,સરકારી નોકરી ટ્રેનિંગ માટે અનાજ આપવું, સંમેલનમાં કીટ સહકાર, વગેરે સમાજ ઉત્થાનના કામો કરે છે.
વાંસદાના સુખાબારી ગામમાં 70 જેટલાં આદિવાસી બાળકોને નોટબુક, પેનશીલ, ડિક્શનરી જેવી 6000 ની વસ્તુઓ મદદરૂપ આપી પદમાં બેનની સમાજ ઉપયોગી કામગીરીને સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ દ્વારા બિરદાવવામાં આવી હતી.