નજર હટી દુર્ઘટના ઘટી: ગૂગલ સર્ચએ એક ખૂબ જ મહત્વપૂર્ણ ટૂલ છે, જેની મદદથી આપણે ઇન્ટરનેટ પર જરૂરી માહિતી શોધી શકીએ છીએ, પણ હવે ધ્યાનમાં રાખવાની જરૂર છે જો તમે નીચે જણાવેલ વિષય વિષે ગૂગલ પર કંઈપણ સર્ચ કરશો તો તમને ઘણું મોંઘું પડી શકે છે. આ વિષય તમને સીધા જેલ પહોંચાડી શકે છે.

1) બોમ્બ કેવી રીતે બનાવવો: જો કોઈ પણ વ્યક્તિ ગુગલ પર સર્ચ કરતા પકડાય કે બોમ્બ કેવી રીતે બનાવવો, તો તે કરવું ગુનો છે. આમ કરવાથી તમે સુરક્ષા એજન્સીઓના રડાર પર આવી શકો છો અને કાયદાકીય કાર્યવાહીનો પણ સામનો કરવો પડી શકે છે. એકંદરે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

2) ચાઈલ્ડ પોર્નોગ્રાફી: ભૂલથી પણ બાળકો સાથે સંબંધિત કોઈપણ પોર્નોગ્રાફિક સામગ્રી શોધશો નહીં, કારણ કે તે એક ગુનો છે અને તેની સાથે નિપટવા માટે ભારતમાં સરકારે કડક કાયદો બનાવ્યો છે. જો કોઈ વ્યક્તિ ચાઈલ્ડ પોર્નોગ્રાફી કરતી પકડાશે તો તેની સામે કડક કાર્યવાહી થઈ શકે છે. અને 5 વર્ષથી 7 વર્ષ સુધીની કેદ થઈ શકે છે.

3) ગર્ભપાત: ભારત સરકારે ગર્ભપાતને લઈને કડક કાયદો બનાવ્યો છે, આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ ગુગલ સર્ચમાં ગર્ભપાત સંબંધિત માહિતી શોધતા પકડાય છે તો તે સીધો જેલ જઈ શકે છે. ગર્ભપાત માત્ર ડૉક્ટરની મંજૂરી પછી શક્ય છે. એકંદરે, આના જેવું કંઈપણ શોધવું તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.

નોંધ: આ ત્રણ બાબતોને હંમેશા ધ્યાનમાં રાખો અને ખાસ કરીને જ્યારે તમે Google પર કંઈપણ સર્ચ કરો. જો તમે ઉપરોક્ત બાબતો ધ્યાનમાં ન રાખી અને જો તમે પકડાઈ જાઓ તો તમારે સીધા જેલમાં જવાનો વારો આવશે.