ગુજરાત: રાજ્યમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા અને આજથી 10 જુલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે  ગુજરાતમાં એક ડેમમાં હાઈ એલર્ટ, એક ડેમમાં એલર્ટ અને એક ડેમમાં સાવધાન રહેવાનું કહેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 206 જળાશયો માંથી ત્રણ ડેમમાં વિવિધ એલર્ટના સિગ્નલ અપાયા છે. જેમાં સરદાર સરોવર ડેમમાં 1,43,919 એમસીએફટી પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શક્તિના 43.08 ટકા છે. 206 જળાશયોમાં 1,89,345 એમસીએફટી પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શક્તિના 33.92 ટકા જાણવા મળ્યું છે.

મીડિયા સાથે વાતચીત કરતા નર્મદા વિભાગના સૂત્રો કહે છે કે, એક ડેમમાં 90 ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ છે, એક ડેમમાં 80થી 90 ટકા અને એક ડેમમાં 70થી 80 ટકા પાણીનો સંગ્રહ થયો હોવાથી વિવિધ એલર્ટના સિગ્નલ અપાયા છે.