સુબીર: આજના વિકાસશીલ ગુજરાતના છેવાડે આવેલા ડાંગના સુબીર તાલુકાના જામનસોંઢા ગામમાં આ વરસાદી માંહોમાં રસ્તાની સ્થિતિ ખુબ જ બત્તર બની હોવાના ચિત્રો સામે આવ્યા છે જેને લઈને સમગ્ર ગ્રામજનોને વિધાનસભાની ચુંટણીનો બહિષ્કાર કરવાની વાતો કરી રહ્યા છે.

Decision Newsને સાથે વાત કરતા ગામના જાગૃત યુવાન રાહુલ માલવી જણાવે છે કે ચોમાસા દરમિયાન ગ્રામજનોને ઘણી જ તકલીફો વેઠવી પડી રહી છે. ચોમાસાના ચાર મહિના દરમ્યાન જો કોઈ બીમાર પડે તો 108 એમ્બ્યુલન્સ પણ આવી નહિ શકે એવી સ્થિતિ ઉભી થઇ છે. હાલમાં ગામમાં બસ સુવિધા પણ કાર્યરત નથી. અમારા ગામનો રસ્તો પીપલદહાડ થી જામનસોંઢા જોતો મુખ્ય રસ્તો છે, જે તાપી જિલ્લાને જોડે છે પણ આજે સ્થિતિ ખુબ ગંભીર છે.

આ મુદ્દે ચુંટાયેલા જિલ્લા પંચાયત સભ્ય તેમજ અધિકારીઓને પણ રજુઆત કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ જ ઉકેલ આવ્યો નથી. જો આવી જ સ્થિતિ રેહશે તો અમે સૌ જામનસોંઢા ગામના નાગરિક બધા જ મળી ને વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશુ.