ડાંગ: ગતરોજ ઉત્તર વન વિભાગમાં આવતાં પશ્ચિમ રેંજનાં ચિકટીયા ગામ પાસે રાત્રીના સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે દીપડાને અડફેટે લઈ ગંભીર ઇજા પહોંચાડાયાની ઘટના બહાર આવતાં સમગ્ર વિસ્તારમાં લોક ચર્ચાનું વંટોળ શરુ થયું છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ચિકટીયા ગામના નીચલા ફળિયામાં આવેલા ખેતરમાં દીપડો ઈજાગ્રસ્ત હાલતમાં પડ્યો હતો જેને જોઇને ગ્રામજનો ઉત્તર વન વિભાગનાં DCF દિનેશભાઇ રબારીને જાણ કરી ત્યારે દિનેશભાઇ રબારીને ઈજાગ્રસ્ત દીપડાની જાણ થતાં તેઓનાં માર્ગદર્શન હેઠળ આહવા પશ્ચિમ રેંજનાં RFO વિનયભાઈ પી.પવાર સહિત ચિચીનાગાંવઠા રેંજનાં આરએફઓ જી.એસ ભોયેની વનકર્મીઓની ટીમ ઘટના સ્થળ પર આવી ગઈ હતી.

ચિકટીયાની ઘટના સ્થળ પર વનકર્મીઓની ટીમને તાત્કાલિક આવી પોહચતા તેમણે ઘાયલ દીપડાને સારવાર અર્થે નવતાડ નેશનલ પાર્કમાં ખસેડવાની કામગીરી કરાઈ હતી.