પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

વર્તમાન સમયમાં યુવાઓના પ્રેમમાં હાર્ટબ્રેક દરમિયાન હંમેશા ખુબ જ દુ:ખદ થતું હોય છે યુવક દ્વારા એક યુવતિ કે યુવતિ દ્વારા એક યુવકને છેતરવામાં કે કે ચિટ કરવામાં આવે છે ત્યારે છેતરાનારા વ્યક્તિ ખુબ તૂટી જાય છે. ઘણીવાર યુવક-યુવતિનું મન કામ કરવાનું બંધ કરી દે છે. પછી તે ડીપ્રેશનનો પણ ભોગ બની જાય છે. આવી ઘટનાઓ બાદ લોકો મનને હળવું કરવા વિવિધ કામો કરતા રહે છે. આજે પ્રેમમાં તૂટેલા દિલની એક અજીબો ગરીબ ઘટના સામે આવી રહી છે વેલેન્ટાઇન વીકના રોમેન્ટિક વાતાવરણમાં જ્યારે એક છોકરી તેના બોયફ્રેન્ડથી છેતરાઈ ગઈ તો તેણે આખા શહેરમાં પોસ્ટરો લાગ્યા છે.

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના ગોમતીનગરના શહેરમાં દરેક જગ્યાએ ચીટના પોસ્ટરો જોવા લગાવી દેવામાં આવ્યા છે. પોસ્ટરમાં અને શેરીઓમાં ‘સિદ્ધિ હેટ્સ શિવા’ ના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ તસવીરો સોશિયલ મીડિયા વાયરલ થયા છે. છોકરીએ તેના બોયફ્રેન્ડ સાથે નારાજગી વ્યક્ત કરવાની નવી રીત શોધી કાઢી છે.

જોકે આ છોકરી અને છોકરો કોણ છે એ ખબર નથી પડી. પરંતુ છોકરીની આ હિમ્મતની લોકો પ્રશંસા કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે બ્રેકઅપ કરો તો આવું કરો. અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ કોઈ છોકરીએ જ કર્યું છે કે કોઈ પ્રમોશનલ એક્ટીવીટી છે. આ સિદ્ધી કોઈ છોકરી ખરેખરમાં છે કે કોઈ માર્કેટિંગ એક્ટીવીટીનો ભાગ છે એ હજુ સામે નથી આવ્યું. છોકરીનો બ્રેકઅપ કરવાનો આ પ્રયોગ અને નિર્ણયની લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.