નવસારી: ચીખલી તાલુકામાં ભાજપના 50 યુવા પેજ પ્રમુખો દ્વારા બળવો કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા અને વફાદાર કાર્યકરોની અવગણ થતા યુવાનોમાં નારાજગી વ્યાપી ગઈ અને તાલુકા પંચાયતમાં આયાતી ઉમેદવારને ટિકિટ આપતા સ્થાનિક કાર્યકરો નારાજ થયા છે.અને તેમના દ્વારા બળવો કરી દેવાયો છે
તાજેતરમાં મળી રહેલી માહિતી મુજબ આજે ચીખલી તાલુકાના ભાજપના 50 થી વધુ યુવા કાર્યકરો હાલમાં જ બનાવાયેલા પેજ પ્રમુખ પદેથી રાજીનામુ આપીને AAP માં જોડાયા હતા. નારાજ નેતાએ જિલ્લા પંચાયતની 14 નંબરની કુકેરી સીટ પરથી આમ આદમી પાર્ટી માંથી ઉમેદવારી નોંધાવી છે.
ઉલ્લેખનીય છે કે આ ગામ સાંસદ સી.આર.પાટીલનું આદર્શ ગામ છે. અને ત્યાંજ ભાજપના યુવા કાર્યકરોએ વિરોધનું રણસીંગુ ફુકતા રાજકીય માહોલ ગરમાયો છે. અને ચીખલીમાં આ સ્થાનિક સ્વરાજની ચુંટણીના સમીકરણો ના બદલાવની શક્યતા દેખાવા લાગી છે જો આ કાર્યકર્તા સાથે સ્થાનિક જનતાનો નિર્ણય પણ આપ તરફ ઝુકશે તો ભાજપની ગણતરી ખોટી પડી શકે છે.