તાપી: ડોલવણ તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચુનાવાડી બેઠક પરથી આજ રોજ ભાજપ પક્ષમાંથી  ૧૧:૦૦ આસપાસની તાપી જીલ્લા પંચાયતની ત્રણ સીટ પર તાલુકા પંચાયતની ૧૬ બેઠક આજે ફોર્મ ભરાયા હતા.

મળતી માહિતી મુજબ પ્રજાને પોતાના સ્વ પ્રયત્નો અને સરકારી યોજનાઓનો લાભ આવવા માટે હંમેશા તત્પર રહેતા ભાજપના યુવા કાર્યકર જયદીપ ગાવિતે આજે ડોલવણની ચૂનાવાડી બેઠક પરથી તાલુકા પંચાયત માટે પોતાનું ઉમેદવારી ફોર્મ ૧૧:૦૦ આસપાસ ભર્યું હતું તેઓ તાપી જિલ્લાના ભાજપ સંગઠન ઉપપ્રમુખ બીપીનભાઈ ડોલવણ તાલુકાના સંગઠન પ્રમુખ હરિભાઈ મહામંત્રીશ્રી રુશીભાઈ મહામંત્રી શ્રી ધર્મેશભાઈ પોતાના સમર્થકોની રેલી કાઢી સાથે ડોલવણ તાલુકા પંચાયત પર પોહ્ચ્યા હતા.

હાલ સુધી તેઓ ભારતીય જનતા પાર્ટીના આઈતિ ટી સેલની જવાબદારી નિભાવી રહ્યા હતા પણ આ વખતે તેઓ ભાજપના રાજકારણમાં પ્રવેશ કરી રહ્યા છે. સ્થાનિક લોકોના અને પક્ષના કાર્યકર્તાના સપોર્ટ થી આ ઉત્સુક યુવાન પોતાની રાજકીય કારકિર્દી શરૂવાત કરી રહ્યા છે. જયદીપભાઈનું કહેવું છે કે હું પ્રજા કામ કરવા અને સ્થાનિક યુવાનોમાં જોમ અને જુસ્સા સાથે પોતાના એમના લક્ષ્ય તરફ દિશાસુચન અને સપોર્ટમાં હંમેશા રહીશ.