વ્યારા: દક્ષિણ ગુજરાતમાં વહીવટીતંત્ર દ્વારા અપાયેલ કોન્ટ્રાક્ટ એજન્સીઓ લોકોના લુટી રહ્યાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે રાધે એન્ટરપ્રાઇઝ એજન્સી દ્વારા આઉટ સોર્સ કર્મચારીના છેલ્લા ત્રણ વર્ષથી પીએફ ના પૈસા તેમજ છેલ્લા બે માસનો પગાર જમા કર્યો નથી.

Decision News ને મળેલી માહિતી મુજબ રાધે એન્ટરપ્રાઇઝ એજન્સીના ચિરાગ રાવલ અને સંતોષભાઈ (મહેસાણા) દ્વારા આઉટ સોર્સ કર્મચારીના છેલ્લા ત્રણ વર્ષથી પીએફ ના પૈસા તેમજ છેલ્લા બે માસનો પગાર જમા કર્યો નથી. આ એજન્સીના લોકો દ્વારા કર્મચારીને ધમકી આપવામાં આવે છે કે જો તમે પીએફ ના પૈસા જમા થઈ ગયા છે એમ લેખિત નહીં લખી આપો, ત્યાં સુધી તમારા પગાર જમા નહીં કરીએ.

સામાજિક કાર્યકર તર્કકુમાર જે. ચૌધરી બહારની એજન્સી આ રીતે આદિવાસી વિસ્તારમાં આપણા જ લોકોનો શોષણ કરતી આવી છે. કલેક્ટરશ્રીને રજૂઆત કરતા દિન બે માં પીએફ તેમજ બાકીનો પગાર ચૂકવી આપવા એજન્સીને હુકમ કરવામા આવ્યો છે.