ઉમરપાડા: દક્ષિણ ગુજરાતમાં દિવસે-દિવસે પોલીસની કામગીરીને લઈને લોકો સવાલો ઉઠાવી રહ્યા છે ત્યારે ઉમરપાડા  પોલીસ જમાદાર દ્વારા પોલીસ મેન્યુલ ની અવગણના કરી અભદ્ર વર્તન કરવા બાબતે ખાતાકીય તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

Decision News ને પ્રાપ્ત થયેલી વિગતો મુજબ 4-10-2024 ના રોજ સાંજના સમયે આશરે 5 વાગ્યે બલાલકુવા ગામના આગેવાનો દ્વારા હમોને ફોન કરવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે ઉમરપાડા પોલીસ દ્વારા એક તરફ વલણ રાખી ઉમરપાડા તાલુકાના બલાલકૂવા ગામે ડેરીના ઝગડા બાબતે આપેલ ફરિયાદ અંગે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી ન હતી તથા મહિલાઓ અને ગામ લોકોને સવારથી ઉમરપાડા પોલીસ દ્વારા બેસાડી રાખવામાં આવ્યા હતા જે અંગે હમોને માહિતી મળતાં હમો ઉમરપાડા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને સંપૂર્ણ વિગત જાણી ઉમરપાડા પીએસઆઇ તેમજ વાડી રેંજના જમાદાર હાજર ન રહેતા ત્યાં જમાદાર યોગેશ માળી અને બનાવ અંગે અને અરજી અંગે નિષ્પક્ષ કાર્યવાહી કરવા જણાવ્યું હતું પણ તમામ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ના આવતા ગામ લોકો દ્વારા લેખિતમાં ધરણાં કરવા અંગે અરજી આપી હતી અને ત્યાર બાદ મોડી રાત સુધી હમો તથા બલાલકુવા ગામના લોકો સાથે મહાત્મા ગાંધી ચિંધ્યા માર્ગે ધરણાં પર બેઠા હતા અને ત્યારબાદ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ફરિયાદી સ્નેહલ રામસિંગભાઈ વસાવા જણાવે છે કે આ બનાવ દરમિયાન જમાદાર યોગેશ માળીને હમો દ્વારા સંવાદ કરવા જતાં તેઓ ઉશ્કેરાઈ જઈને મને ધમકી આપી હતી કે “તું તારા ગામનું જો,બીજાની મેટરમાં તારે નઈ પડવાનું,તું કાયમ બધાની મેટરમાં આવતો હોઇ છે” ભારતના બંધારણના આપેલ અધિકારોનું અમલીકરણ અને આદિવાસી સમાજના આગેવાન તરીકે હમો અત્યાચાર અને શોષણ,અન્યાય સામે ન્યાય મેળવવા મદદરૂપ થતાં આવેલ છે જેથી હમો ઉપર પોલીસતંત્ર દ્વારા અપમાનિત કરી હમોને દુતકારવામાં આવેલ છે જે ગેરબંધારણીય અને અયોગ્ય છે જેથી તાત્કાલિક તેઓને આદિવાસી અત્યાચાર અધિનિયમ હેઠળ નિષ્પક્ષ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ઉપલી કચેરીએથી પોલીસ મેન્યુઅલ મુજબ વર્તન કરવામાં આવે એવા નિર્દેશ આપવામાં આવે જે અંગે મારી આપ સાહેબને ફરિયાદ છે.