ધરમપુર: ધોળા દિવસે ગતરોજ ધરમપુર આનંદ કોમ્પ્લેક્ષમાંથી બપોરના સમયે લગભગ 1 થી 2 વાગ્યાના ગાળામાં ફોટોમાં દેખાતા એક 55 વર્ષીય વ્યક્તિ પ્લબરનું ડ્રીલ મશીનની ચોરી કરી ગયાનું CCTV કેમેરામાં કેદ થયાની ઘટના સામે આવી છે.
Decision News ને આનંદ કોમ્પ્લેક્ષ બિલ્ડીંગ માલિક સંજય મોદીના જણાવ્યા અનુસાર લગભગ 1 થી 2 વાગ્યાના ગાળામાં એક 55 વર્ષીય વ્યક્તિ ટેરેસ પર આવ્યો હતો મેં એમને પૂછ્યું તો કહે કે હું પતરનો સેડ જોવા આવ્યો આવ્યો છે. હું રાનકુવાનો છે મારે પણ સેડ બનાવાવનો છે. એમ કહી હું જ્યારે નીચે ઉતારું છું ત્યારે એ પણ મારી સાથે નીચે આવે છે. અને પછી હું મારા કામમાં લાગી જાવ છું તો એ વ્યક્તિ પાછો બિલ્ડીંગ ની છત પર જાય છે અને ત્યાં જે પ્લબરનું કામ ચાલે છે ત્યાંથી દ્ર્લ મશીન બેગમાં ભરીને રફુ ચક્કર થઇ જાય છે.
આ બાબતે સંજયભાઈએ પ્લબરને કહ્યું કે ચાલો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીએ તો એમનો જવાબ સાંભળીને ગરીબ વ્યક્તિના જીવનમાં પોલીસ વિષે કેવી છબી છે તે બહાર આવી ગઈ..તેમનું કહેવું હતું કે સોનું કરતા ઘડાવણ મોઘું થઇ જશે સાહેબ રહેવા દો.. ત્યાં ખાલી ખોટું હેરાન કરવામાં આવશે, ફરિયાદ લેવા પહેલા સત્તર સવાલો કરશે, જાણે કે હું ચોર હોવ, એના કરતા હું બીજું મશીન લઇ લઈશ તે સારું આ પોલીસની ઝંઝટમાં નથી પડવું મારે..
( Decision news અપીલ કરે છે કે આ ભાઈ થી સાવધ રેહજો.. અને કોઈ ઓળખાતું હોય તો સંજયભાઈના Mo-9825596856 મોબાઇલ નંબર પર જાણ કરવી.)











