નવસારી: નવસારી જિલ્લાના એક ગામમાં રહેતી યુવતી સાથે બન્યો છે. જેમાં જુબેરે યુવતીને રિક્ષામાં બેસાડી પોતે છ મહિના દુબઈ અને છ મહિના નવસારી રહે છે એવી મોટી મોટી વાતો કરી તેની મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા આરોપી સાથે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરવા સાથે જિલ્લા પોલીસે તેનું સરઘસ કાઢી સમાજને આવા તત્ત્વોને કાયદાનો ડર રહે તેવી સમજ આપી હતી.
“હું છ મહિના દુબઈ અને છ મહિના નવસારી રહું છું”
નવસારી શહેરને અડીને આવેલા અડદા ગામમાં રહેતો જુબેર શબ્બીરભાઈ ખલીફા રિક્ષા ચલાવવાનું વ્યવસાય કરે છે. જેણે નવસારી શહેરને અડીને આવેલા એક ગામમાં રહેતી 24 વર્ષીય યુવતીને અવારનવાર રિક્ષામાં બેસાડી મિત્રતા કેળવી હતી. યુવતી જે રૂટ ઉપર કરતી હતી ત્યાં આ શખ્સ જાણી જોઈને ઉભો રહેતો હતો અને તેણીને રિક્ષામાં બેસાડી પૈસા ન લેતો હતો, જેથી થોડા દિવસોમાં યુવતી સાથે તેની ગાઢ દોસ્તી થઈ હતી. જેમાં તેણે યુવતીને એવી ડંફાસો હાંકી હતી કે, તેની પાસે 20 રિક્ષા છે અને તે છ મહિના દુબઈ અને છ મહિના નવસારીમાં રહે છે. આવી રીતે વાતોમાં ભોળવી છેલ્લા ત્રણ મહિનાથી જુબેર ‘રાજ’ નામ ધારણ કરી યુવતીને પ્રેમ જળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. યુવતીને લગ્નની લાલચ આપી અલગ અલગ જગ્યાએ લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.
એક દિવસ યુવતીને રાજ નામ ધારણ કરનાર આરોપી પોતે ખોટો હોવાની જાણ થતાં સંબંધ કાપી નાખ્યાં હતાં.. જેથી આરોપીએ યુવતીને ધાક ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપી સબંધ રાખવા દબાણ કર્યું હતું. જેથી યુવતીએ આ સમગ્ર પ્રકરણમાં નવસારી રૂરલ પોલીસ સ્ટેશનને આવી આરોપી શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરતા પોલીસે તેની ધરપકડ કરવામાં આવી હતી. નવસારી જિલ્લાના નાયબ પોલીસ વડા સંજય રાયે જણાવ્યું હતું કે આરોપી જુબેરે રાજ નામ ધારણ કરીને યુવતી સાથે મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર પ્રકરણમાં યુવતીની ફરિયાદના આધારે આરોપી યુવાનની ધરપકડ કરીને આજે એરુ ચાર રસ્તાથી ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું.











