તિલકવાડા: નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અલવા ગામની આદિવાસી મહિલાને ગઈકાલે રાત્રે 7:30 કલાકે ઘરના પાછળના ભાગેથી નાહવા બેઠા હતા ત્યારે અચાનક કપાસના ખેતરમાંથી દીપડો આવે છે અને મહિલા ને ગળાના ભાગે પકડી એને ખેંચી ને લઈ જાય છે અને આજુબાજુના લોકો તરત દોડીને આવે છે અને આ ઘાયલ મહિલા સુમિત્રાબેન તડવી ને તિલકવાડા સિવિલ હોસ્પિટલ પર એમને સારવાર માટે લઈ જવામાં આવે છે ત્યાં એમને મૃત જાહેર કરવામાં આવે છે.

આ ઘટનાની જાણ નર્મદા જિલ્લાના આપ પ્રમુખ નિરંજન વસાવા, અર્જુનભાઈ માછી અને તેમની ટીમ દવાખાને પરિવારજનોની મુલાકાત લીધી. આ ઘટનાની જાણ નર્મદા જિલ્લા પંચાયત ના પ્રમુખ ભીમસીંગભાઈ તડવીને થતા તેઓ પણ હોસ્પિટલે પહોંચ્યા હતા. તિલકવાડા સિવિલ હોસ્પિટલમાંએ મહિલાનું પીએમ કરવામાં આવે છે અને પીએમ કર્યા બાદ જ્યારે એમની ડેડબોડીને એમના ઘરે અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવે છે ત્યારે એમને ટ્રેક્ટરની ટ્રોલીમાં એમની ડેડ બોડી મૂકી લઈ જવામાં આવે છે

આ દ્રશ્ય જોઈ અમોને ખૂબ જ દુઃખ થયું કે સામાન્ય માણસને તેના મૃત્યુ પછી પણ તેનો મલાજો જળવાતો નથી અને આ તાલુકાની હોસ્પિટલમાં એક સબવાહિની પણ નથી કે જેનાથી આવા આકસ્મિક મૃત્યુ પામેલ વ્યક્તિને તેના ઘર સુધી પહોંચાડી શકાય, આમ આદમી પાર્ટી ના પ્રમુખ નિરંજન વસાવા અને તેમની ટીમે નર્મદા જિલ્લા પંચાયત ના પ્રમુખ નો વિરોધ કર્યો