ડેડીયાપાડા: આમ આદમી પાર્ટીના મહિલા નેતા પાયલ સાકરિયાએ આજે જનનાયક ચૈતરભાઈ વસાવાના ઘરે મુલાકાત લીધી હતી. તેઓ તેમની ધર્મપત્ની વર્ષાબેન અને બાળકોને મળ્યા અને પરિવાર સાથે વાતચીત કરી. ચૈતરભાઈ વસાવા વર્તમાન સમયમાં સત્તાના દમનને કારણે જેલમાં છે.

આવી કપરી પરિસ્થિતિમાં વર્ષાબેને અદમ્ય હિંમત, ધીરજ અને આત્મવિશ્વાસ સાથે આખા પરિવારને સંભાળી લીધો છે. પાયલ સાકરિયાએ વર્ષાબેનની આ અડગ હિંમતની પ્રશંસા કરી અને કહ્યું કે, “એક મહિલા જ સંઘર્ષના સમયમાં પરિવારની સૌથી મોટી તાકાત બની શકે છે.” પાયલ સાકરિયાએ વર્ષાબેનને આમ આદમી પાર્ટીની તમામ મહિલા સાથીઓ તરફથી સંપૂર્ણ સાથ અને સહકારનો આશ્વાસન આપ્યો. તેમણે કહ્યું, “વર્ષાબેનની આ અડગ હિંમતને સલામ છે. આપણી તમામ મહિલા સાથીઓને તેમના પર ગર્વ છે.”

આ મુલાકાત દરમિયાન પાયલ સાકરિયાએ ભારપૂર્વક કહ્યું કે સત્યના સંઘર્ષમાં આમ આદમી પાર્ટી સતત લોકોની સાથે ઊભી છે અને અંતે સત્યનો જ વિજય થશે. આ મુલાકાતને આદિવાસી વિસ્તારોમાં સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here