ડેડીયાપાડા: ધેડીયાપાડા તાલુકા ટીચર્સ કો-ઑપરેટિવ ક્રેડીટ સોસાયટી લિ.ની વર્ષ 2025-26ની વાર્ષિક સાધારણ સભા આજે 27 જૂન, 2026ના રોજ ધેડીયાપાડા તાલુકા પ્રાથમિક શિક્ષણ બીટ નિરીક્ષક શ્રી પ્રેમસિંહભાઈના અધ્યક્ષપણા હેઠળ યોજાઈ હતી.
Decision News ને મળેલી જાણકારી મુજબ સભાના પ્રારંભમાં ક્રેડીટ સોસાયટીના ચેરમેન શ્રી ચાર્લેસકુમાર રાજવાડીએ ઉપસ્થિત શિક્ષકોનું સ્વાગત કર્યું હતું. સભામાં કુલ 12 મુદ્દાઓ પર વિસ્તૃત કાર્યવાહી કરવામાં આવી હતી. સભામાં સ્વર્ગસ્થ થયેલા શિક્ષકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી, તેમજ ધોરણ-10 અને ધોરણ-12માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો વિતરિત કરાયા. નિવૃત્ત પ્રાથમિક શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું.
સભાસદોને 10 લાખ રૂપિયાના કરજ ધિરાણને 6% વ્યાજે મંજૂર કરવામાં આવ્યું. આ ઉપરાંત અપેક્ષ સોફ્ટવેર અને મોબાઇલ એપ્લિકેશનના ઉપયોગ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. સોસાયટીના મંત્રી શ્રી રાયસિંહભાઈ વસાવાએ વર્ષ 2025-26 નો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો. સભાનું સમગ્ર કવરેજ શિક્ષક શ્રી લક્ષ્મણભાઈ વસાવાએ કર્યું હતું, જ્યારે વાર્ષિક સાધારણ સભાનું સફળ સંચાલન શિક્ષક શ્રી રાયસિંહભાઈ વસાવાએ કર્યું હતું. આ સભામાં તાલુકાના અનેક પ્રાથમિક શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.











