ગરુડેશ્વર: આજરોજ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા સ્થિત બિરસા મુંડા ચોકડી ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં આદિવાસી સંસ્કૃતિ અને પરંપરા મુજબ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.

Decision News ને મળેલી જાણકારી મુજબ કાર્યક્રમના પ્રારંભે આદિવાસી સમાજના મહાનાયક અને ક્રાંતિવીર ભગવાન બિરસા મુંડાની પ્રતિમા સમક્ષ આદિવાસી પરંપરા અને રીત-રિવાજ મુજબ ભાવપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ પૂજાવિધિમાં સ્થાનિક આગેવાનો અને સમાજના શ્રેષ્ઠીઓએ જોડાઈને ભગવાન બિરસા મુંડાના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

પૂજા-અર્ચના સંપન્ન થયા બાદ ઉપસ્થિત આગેવાનો દ્વારા રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ રણજીતસિંહ, દિનેશભાઇ તડવી (મહાકાળી), ચંન્દ્રકાંતભાઈ કે. તડવી, અરવિંદભાઈ તડવી (ફૌજી), શૈલેષભાઈ લક્ષ્મણભાઇ તડવી, ગણપતભાઈ શંકરભાઈ તડવી, નયનાબેન વિજેન્દ્રભાઈ તડવી, વિનોદકુમાર રમણભાઈ તડવી, જેઠાભાઈ મુળજીભાઈ તડવી (બાબરભાઈ) તથા સોમાભાઈ તડવી સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા. રેલી દરમિયાન આદિવાસી સમાજની સંસ્કૃતિ અને એકતાના નારા સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here