વાંસદા: આજના આધુનિક યુગમાં આદિવાસી સમાજનો શિક્ષિત વર્ગ હવે પોતાની મૂળ પરંપરા, પ્રકૃતિ પૂજા અને વર્ષો જૂના રીતરિવાજો તરફ પાછો ફરી રહ્યો છે. બહારની અન્ય વિધિઓને તિલાંજલિ આપીને હવે મૃતકની અંતિમ વિધિ આદિવાસી કુળની પરંપરા મુજબ ‘દિયાડો’ (દિસપાની/દાડા) પદ્ધતિથી અને બ્રાહ્મણોના ‘બારમાં’ સ્થાને શાંતિ પ્રાર્થના સાથે પ્રકૃતિ પૂજા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને લઈને સમાજની યુવા પેઢીમાં ભારે ગૌરવ અને ખુશીની લાગણી જોવા મળી રહી છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ આવી જ એક પ્રેરણાદાયી પહેલ વાંસદા તાલુકાના મીંઢાબારી ગામે જોવા મળી છે. મીંઢાબારી (ઉપલું ફળિયું) ખાતે રહેતા કામડી પરિવારના માતૃશ્રી ખલપીબેન બસનુભાઈ કામડી ગત તા. 19-11-2026, મંગળવારના રોજ પ્રકૃતિમાં વિલીન થયા હતા.પરિવારે કોઈપણ પ્રકારના બિનજરૂરી ખર્ચ કે અન્ય પરંપરાઓને બદલે પોતાના આદિવાસી સમાજ અને કામડી કુળની મૂળ પરંપરા અનુસાર જ મૃતકની ‘દિસપાની (દાડા)’ વિધિ કરવાનો નિર્ણય લીધો છે.

આગામી 29-11-2026, રવિવારના રોજ બપોરે 12:15 કલાકે મીંઢાબારી ખાતેના તેમના નિવાસ સ્થાને ‘શાંતિ પ્રાર્થના સહ પ્રકૃતિ પૂજા’નું આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષિત પરિવારો દ્વારા લેવામાં આવી રહેલા આવા નિર્ણયોથી આદિવાસી સંસ્કૃતિનું જતન થઈ રહ્યું છે અને સમાજમાં એક સકારાત્મક સંદેશ જઈ રહ્યો છે. બ્રાહ્મણોની સંસ્કૃતિની આદિવાસી સમાજમાંથી વળતાં પાણી…


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here