ચીખલી: આજરોજ બાળકોને બાળ લકવા જેવી ગંભીર બીમારીથી સુરક્ષિત રાખવા માટે આયોજિત પોલિયો રવિવાર અભિયાન અંતર્ગત ચીખલી તાલુકાના રૂમલા સહિતના વિવિધ ગામોમાં રસીકરણની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અવસરે રૂમલા CHC માં આદિજાતિ મંત્રી નરેશ પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી નરેશ પટેલ સાહેબ, કૌશિકભાઈ, રૂમલાના સરપંચ શ્રી એકતાબેન, બાલુભાઈ પાડવી, માજી સરપંચ શ્રી મણીભાઈ અને અજયભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય વિભાગ તરફથી તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. અલ્પેશ સર, વેલણપુર પીએચસી (PHC) ના ડૉ. ચંદ્રકાંત પટેલ તથા સીએચસી (CHC) ના તબીબ ડૉ. સુરેશ સર દ્વારા નાના બાળકોને પોલિયોના ટીપાં પીવડાવી અભિયાનને વેગ આપ્યો હતો.

આ ઉપરાંત વેલણપુર, કાકડવેલ, ગોડથલ, ઝાડી ફળિયા, રૂમલા, ચીરપાડા, આંબા પાડા અને કોળી વાડ સહિતના અન્ય ગામોમાં સરપંચશ્રીઓ અને સ્થાનિક અગ્રણીઓના સહયોગથી પોલિયો રસીકરણની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરીમાં ડૉ. પ્રીતિ, ડૉ. હેતલ, સ્ટાફમાંથી ક્રીમા, સ્વીટી, દીપેનભાઈ, જીનલભાઈ હેમાલી, કૃપાનેહા ઉર્વશીત સ્મિતભાઈ,મેઘા, શિલ્પા,રમીલાબેન હેતવી, કુંજલ, શ્રુતિ નિકિતાઅને રાજેશસિંહ પરમાર તથા હેમંત ભાઈ અનિલભાઈ રમેશ ભાઈ અને બધી જ આશાઓ કેતનભાઈ તરુણ ભાઈ હિનાબેન અને આશા બેન સર્વેએ જહેમત ઉઠાવી હતી અને મોટી સંખ્યામાં નાના બાળકોને રસીકરણનો લાભ આપવામાં આવ્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here