નવસારી: જિલ્લામાં યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઉમેદવારીના છેલ્લા દિવસે ભાજપ અને BTP ના તમામ ઉમેદવારોના ફોર્મ ભરાતા ત્રિપાંખીયો જંગ સ્થાનિક સ્તરે જામશે એ નક્કી છે આજે બાકી રહેલા વાંસદા જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની તમામ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાની શનિવાર 13/2/2021 છેલ્લી તારીખે ભાજપે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સીટ પર બાકી રહેલ તમમાં ઉમેદવારો કારનો કાફલો લઇ વાંસદા કચેરી ખાતે પહોંચી ઉમેદવારી નોંધાવી હતી તેમજ સાથે BTPના ઉમેદવારોએ પણ વાંસદા તાલુકાની જિલ્લા પંચાયતની 1. વાંદરવેલા સીટ પર સુમિત્રાબેન કિશોરભાઈ પટેલ 2. ખાટાઆંબા સીટ પર મહેન્દ્રભાઈ ગંજુભાઈ પટેલ 3.વાંગણ સીટ પર અમ્રતભાઈ બી.ચૌધરીએ પોતાની ઉમેદવારી નોંધાવી છે.

તાલુકાની સ્થાનિક પંચાયતની 1. કંડોલપાડા સીટ પર મહેન્દ્રભાઈ નગીનભાઈ પટેલ 2. શિવરામ ભાઈ સુમનભાઈ ભગરિયા 3. વાંદરવેલા સીટ પર સરસ્વતીબેન ધર્મેશભાઈ પટેલ 4. ઘોડમાળ સીટ પર ભાવિનભાઇ ગમન પઢેર 5. મહુવા સીટ પર પારૂલબેન પ્રશાંતભાઈ પાવા ગઢી 6. સરા સીટ પર દીપકભાઈ 7. મનપુર સુપર ઈન્દુબેન બાબુભાઈ ગામીત 8. વાંસદા-૨ સીટ પર સુમિત્રાબેન દીપકભાઈ ચૌધરી એ ઉમેદવારી નોંધાવતા ભાજપ-કોંગ્રેસ સહિત BTPના ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવતા કેટલીક સીટો પર ત્રિપાંખિયો જંગ ખેલાશે જેના રાજકીય સમીકરણોમાં બદલાવ આવવાની સ્થાનીકોમાં આશંકા પ્રસરી રહી છે હવે જોવું રહ્યું કે લોકનિર્ણય આવનારા સમયમાં આવશે.