પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

વલસાડ: વલસાડમાં કેસ ઘટવા માંડયા છે અને એ સૌથી સારી વાત છે, પણ એનો અર્થ એવો બિલકુલ નથી કે કોવિડ આપણને છોડીને ચાલ્યો ગયો છે. ના, કોવિડ હજી પણ પ્રદેશમાં છે અને એની સામે સલામતી ધરી રાખવી હજી પણ એટલી જ આવશ્યક છે.

મળતી માહિતી પ્રમાણે આજે વલસાડના કપરાડા તાલુકાના માંડવા ગામના PHC સેન્ટરમાં કોવિડની વૅક્સિન ફ્રન્ટલાઇન વૉરિયર્સને એ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં મોટા પ્રમાણમાં લોકોએ ભાગ લીધો હતો. કોવિડની બાબતમાં આપણે માટે સૌથી સારી વાત જો કોઈ હોય તો એ જ છે કે છેલ્લા એક-દોઢ મહિનાથી કેસ જબરદસ્ત રીતે કાબૂમાં આવવાના શરૂ થઈ ગયા છે. કેસ કાબૂમાં આવ્યા છે, પણ સત્તાવાર રીતે એવી કોઈ જાહેરાત થઈ નથી.

કોવિડ ફરીથી ઊથલો મારી શકે છે અને એ જો ઊથલો મારશે તો આ વખતે ભયાનક રીતે સૌ કોઈને હેરાન કરી મૂકશે પરંતુ આજે માણસો એને ભૂલવા માંડયા છે, લોકોને હવે કોવિડની અસર ક્યાંય દેખાઈ નથી રહી એટલે સોશ્યલ ડિસ્ટન્સિંગ તો રીતસર લોકો ભૂલી જવા લાગ્યા છે. કોવિડ આજે પણ અકબંધ છે અને આજે પણ કોવિડના કેસ આવી રહ્યા છે. સરકારી આંકડાઓની સામે ઑલમોસ્ટ એટલા જ આંકડા એવા પણ છે જે જાહેરમાં નથી આવતા. સરકાર આંકડાઓ છુપાવે છે એવું કહેવાનો ભાવાર્થ નથી, પણ સરકાર સુધી એ આંકડા પહોંચી નથી રહ્યા એવું કહેવાનો ભાવાર્થ ચોક્કસ છે.