વલસાડ: સ્થાનિક સ્વરાજ ચુંટણીમાં આ વખતે વલસાડ જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસની સાથે ધરમપુરની તાલુકા પંચાયત BTP અને AAP ઉમેદવારોની જેમ કપરાડા તાલુકામાં AAP, BTP ની સાથે CPI-ML પાર્ટીના ૨ એ ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવી હતી.

મળતી માહિતી પ્રમાણે હાલમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચુંટણીમાં આ વખતે કપરાડા તાલુકામાં ભાજપ,કોંગ્રેસની સાથે સાથે BTP, AAP અને CPI-ML આ આદિવાસી વિસ્તારોમાં પ્રથમ વખત પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે જેના કારણે સ્થાનિક ક્ષેત્રમાં ચુંટણીના પરિણામોના સમીકરણોમાં પરિવર્તનના અણસાર જોવા મળી શકે છે.

કપરાડા તાલુકામાંથી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચુંટણીમાં નવો વળાંક આવ્યો છે. આ વખતે કપરાડામાં CPI-ML નામનો સામ્યવાદી પક્ષ પેહલીવાર ચુંટણી લડી રહ્યાના ખબર આવી રહ્યા છે જેમાં કપરાડાની મોટી પલસાણ તાલુકા પંચાયતના બેઠક પર રાજુભાઇ બાળુ ભાઈ વરઠા અને સિલધા તાલુકા પંચાયત પર ધાકલુ ભાઈ દશુભાઇ ધુમએ CPI-MLમાં ફોર્મ ભર્યા હતા. હવે જોવું રહ્યું છે કે ચુંટણીના પરિણામ સમય અને લોકનિર્ણય કોના તરફેણમાં લાવે છે