નર્મદા: દેશના પ્રથમ રાષ્ટ્રીય ટોય ફેર 2021નું રોજ રાજ્યકક્ષાએ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નર્મદા જિલ્લામાંથી 15 શિક્ષકોએ પોતાના મોડેલ રજૂ કરી ભાગ લીધો હતો જેમાંથી ચાર મોડેલ રાષ્ટ્રીય કક્ષા માટે પસંદગી પામ્યા છે.

સુત્રો પાસેથી મળેલી વિગતો અનુસાર પ્રાથમિક શાળા ભોર આમલી, તાલુકો સાગબારાના શિક્ષક શ્રી ઠાકોર ખોડાજી હમીરજીની કૃતિ બોર્ડ ગેમ, ડેડીયાપાડા તાલુકાની કાંદા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી નિલેશકુમાર એમ પ્રજાપતિની ટેબલ ગેમ અને પેટન ગેમ. ડેડીયાપાડા તાલુકાની પાંચ ઉમર પ્રાથમિક શાળાના બેન શ્રી હંસાબેન ગગજીભાઈ મકવાણાની દેશી રમકડા અને તિલકવાડા તાલુકાની હરીપુરા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી સનતકુમાર સી. વણકરની મારા રમકડા મને ભણાવે. આ ચાર કૃતિઓ રાષ્ટ્રીય કક્ષાના ટોય ફેર માટે પસંદગી પામી છે.

ખરેખર શિક્ષકને સમાજ અને વિદ્યાર્થીઓના ઘડતરકર્તાનું જે બિરુદ આપવામાં આવ્યું છે જે આ ચાર શિક્ષકો ઇનોવેટિવ શિક્ષકોએ પોતાના વિધાર્થીઓમાં અને સમાજમાં અવનવા નવતર પ્રયોગો કરીને પોતાની શાળામાં અને સમાજમાં અમલ કરવામાં પ્રયત્નશીલ બન્યા છે. તેમનો આ નિર્ણય અન્ય શિક્ષકો માટે દિશાસૂચક બની રેહશે.