નવસારી: આજરોજ હવેલી સવારે ચીખલી તાલુકાના માણેકપોર ગામ પાસે રાનકુવાથી ચીખલી તરફ જતા એક ટ્રક, ચાલકના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યાના કારણે પલટી મારી ગઈ હોવાની માહિતી મળી રહી છે.

મળતી માહિતી પ્રમાણે રાનકુવા થી ચીખલી તરફ જઈ રહેલી ટ્રક ચીખલી તાલુકાના માણેકપોર ગામ નજીક આવી ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ હતી આ ઘટના આજે વહેલી સવારે બની હતી જેમાં ચાલકનું મોત થયાનું સુત્રો જણાવી રહ્યા છે. આ બનાવની પોલીસને જાણ થતા તેમની ટીમ ઘટના સ્થળ પર આવી પોહચી હતી અને આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

આ અકસ્માત ડ્રાઈવરના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યાના કારણે થયો હોવાનું આસપાસના લોકો જણાવી રહ્યા છે ખરી હકીકત પોલીસ તપાસમાં આવનારા સમયમાં બહાર આવશે એવું કહી શકાય