પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

માહિતી અને સંચાર, ગીતોના માધ્યમથી મનોરંજનના મહત્વના માધ્યમ તરીકે રેડિયાનો ઉપયોગ થતો હતો પરંતુ ટેલિવિઝન અને મોબાઈલ આવ્યા બાદ રેડિયોનો પહેલાં જેવો ઉપયોગ નથી થઈ રહ્યો તેમ છતાં રેડિયાનું મહત્વ આજે પણ ઓછું નથી થયું. ૧૩ મી ફેબ્રુઆરીએ દર વર્ષે વિશ્વ રેડિયો દિવસ મનાવવામાં આવે છે.

દુનિયાભરમાં માહિતીના આદાન-પ્રદાન અને લોકોને શિક્ષિત કરવામાં રેડિયાએ મહત્વની ભૂમિકા ભજવી છે. તેનો ઉપયોગ યુવાનો તે વિષયોની ચર્ચામાં સામેલ કરવામાં આવ્યો જે તેને પ્રભાવિત છે. તેનાથી પ્રાકૃતિક અને માનવ નિર્મિત આપદાઓ દરમિયાન લોકોના જીવ બચાવવામાં મદદ મળી. રેડિયો પત્રકારો માટે એક પ્લેટફોર્મ હતું જેના માધ્યમથી તેઓ પોતાનો રિપોર્ટ દુનિયા સુધી પહોંચાડી શકતા હતા.

વર્તમાનમાં પણ રેડિયો સૌથી શક્તિશાળી પરંતુ સસ્તું માધ્યમ છે. ઉલ્લેખનીય છે કે રેડિયો સદીઓ જુનું માધ્યમ થઈ ગયું પરંતુ હજુ પણ સંચાર માટે તેનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ૧૯૪૫માં આ દિવસે યૂનાઈટેડ નેશન્સ રેડિયો પરથી પહેલીવાર પ્રસારણ થયું અને રેડિયોના આ મહત્વને જોતા દર વર્ષે રેડિયો દિવસ મનાવવામાં આવે છે. આપણે જાણીએ છીએ તેમ પહેલો રેડિયો દિવસ વર્ષ ૨૦૧૨માં મનાવવામાં આવ્યો હતો.

સ્પેન રેડિયો એકેડમીએ ૨૦૧૦માં પહેલીવાર તેનો પ્રસ્તાવ રાખ્યો હતો. ૨૦૧૧માં યૂનેસ્કોની મહાસભાના ૩૬માં સત્રમાં ૧૩મી ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ જાહેર કરવામાં આવ્યો. ૧૩ ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ તરીકે યૂનેસ્કોની જાહેરાતને સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ ૧૪ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ મંજુરી આપી હતી. આજના દિવસે સંચાર માધ્યમ તરીકે રેડિયોની મહત્તા વિશે સ્વસ્થ ચર્ચા કરવામાં આવે છે અને જાગૃતતા ફેલાવવામાં આવે છે. આજે વર્લ્ડ રેડિયો દિવસ ૨૦૨૦ની થીમ ‘રેડિયો અને વિવિધતા’ છે.