નવસારી: વાંસદા તાલુકાના મીઢાબારી ગામમાં આવેલ ભારત પેટ્રોલપંપ પાસે રાત્રીના ૯:૩૦ વાગ્યાની આસપાસ બાઈકનો અકસ્માત સર્જાયો હતો જેમાં બંને યુવાનોનું મૃત્યુ થયાની માહિતી મળી રહી છે

પ્રાપ્ત માહિતી અનુસાર આ અણધાર્યા અકસ્માત બાઈક અને ટ્રેક્ટર સાથે વાંસદાથી ધરમપુર જતા રસ્તા પર થયો હતો અકસ્માતમાં ભોગ બનેલા યુવાન ચીખલી તાલુકાના માંડવખડક ગામના રાવત ફળિયા પીયુશભાઇ બીપીનભાઈ બોરશા,વર્ષ 19 અને ડુંગરપાડાના યુવાન સંદીપભાઈ સુરેશભાઈ માહલા વર્ષ 19 નામના બંને યુવાનોનું મરણ થયાનું સુત્રો કહી રહ્યા છે. આ બંને યુવાનો પોતાના મિત્રના લગ્નમાં મીઢાબારી ગામે આવ્યા હતા અને આ ઘટના ૯:૩૦ વાગ્યાની આસપાસ બની હતી બંને યુવાનોનો પંચકેસ કરી વાંસદા સિવિલ કોટેજ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માત બાઈક ટ્રેકટરના વચ્ચે થયો હતો જેમાં ટ્રેક્ટર ચાલક ગોધરાના હોવાનું જાણવા મળ્યું છે. બનાવની આગળની કાર્યવાહી વાંસદા પોલીસે હાથ ધરી છે.