વલસાડ: ધરમપુરના દાંડવળ ગામના મૂળગામ ફળિયાના અગાઉ થયેલા ઝગડાના સમાધાન કરવા યુવાનને બોલાવી ગામના ચાર ઇસમો દ્વારા માર માર્યાની ઘટના પ્રકાશમાં આવી છે.
પોલીસ સુત્રો પાસે મળતી માહિતી પ્રમાણે ધરમપુર તાલુકાના દાંડવળ ગામમાં રહેતા માહદુભાઈ ગોપજીભાઈ માંગીના દીકરા રાજેશને ગામના રાનપાડા ફળિયાના અલકેશ દાહવળ, સોનુ દાહવળ, સુરેશ દાહવળ અને વિટેશ દાહવળનાઓએ રાતના લગ્નમાં બીજા માણસ સાથે થયેલા ઝગડામાં વચ્ચે પડવાનું શું કામ હતું એમ જણાવી ખુબ માર માર્યો હતો. આ ઘટના ઘટતા પરિવાર જનો અને અન્યોએ વચ્ચે પડી છુટા પડવાની કામગીરી કરી હતી. મારામારીના બનાવ દરમિયાન જમીન પર પડી જવાના કારણે રાજેશને માથામાં ઇજા થવા પામી હતી.
આ બનાવમાં જોઈએ તો ચારે ઈસમોએ ઘરે આવી રાજેશને રાત્રે લગ્નમાં થયેલી બોલાચાલી બાબતે ફળીયામાં બેઠક બેસી સમાધાન કરવાનું કહી રાજેશ તેમની સાથે લઇ ગયા હતા તેમની પત્ની પ્રતિક્ષા પણ સાથે ગઈ હતી. અને ત્યાર પછી ચાર ઈસમોએ પોતાના બનાવેલા આયોજન મુજબ રાજેશને ઢીબી નાખવામાં આવ્યો હતો. આ બનાવ અંગે માહદુભાઈ માંગીએ ધરમપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવવામાં આવી છે.