પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

નવસારી: વર્તમાન સમયની સ્થાનિક સ્વરાજની ચુંટણી યોજાઈ રહી છે ત્યારે નવસારી જિલ્લા પંચાયતની કુલ 30 બેઠક માટે ભાજપ અને કોંગ્રેસે બુધવારે ઉમેદવારોની જાહેરાત કરી હતી. કોંગ્રેસ દ્વારા બે બેઠક સિવાય 28 બેઠક માટે ઉમેદવાર જાહેર કર્યા અને ભાજપે તમામ 30 બેઠક માટે ઉમેદવાર જાહેર કરી દીધા છે.

ભાજપ દ્વારા માત્ર રૂમલા બેઠક ઉપર પોતાના ઉમેદવાર નગીનભાઇ ગાવિતને રિપિટ કર્યા છે. જ્યારે કોંગ્રેસે આછવણીમાં ગુણવંતીબેન પટેલ, વાંગણમાં બારૂકભાઇ ચવધરી અને ખૂંધમાં મંજુલાબેન પટેલને ઉમેદવાર તરીકે રિપિટ કર્યા છે. આ વખતે જિલ્લા પંચાયતની બેઠકો પર મોટાભાગના ઉમેદવારોના ચેહરા બદલાયેલા જોવા મળી રહ્યા છે.

ભાજપે ધો.-2 પાસથી M.A. સુધીનાને અને કોંગ્રેસે ધોરણ-4 પાસથી MBA સુધીનાને અભ્યાસ કરેલ ઉમેદવારોને પણ ટીકીટ આપવામાં આવી છે. હવે આવનારો સમય અને લોકોનો નિર્ણય જ નક્કી કરશે કે કયા ઉમેદવારને પ્રજા સ્વીકારે છે અને કયાને નહિ !