વલસાડ : આજ રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા જેમાં પારડી તાલુકા  પંચાયત 1-અંબાચ બેઠકના ઉમેદવાર શ્રી અંકિતકુમાર ઉત્તમભાઈ પટેલ પસંદગી થતાં કાર્યકારી યુવાનો અને સ્થાનિક લોકોમાં આનંદની લહેર છવાઈ જવા પામી છે.

છેલ્લા ત્રણ વર્ષથી શ્રી અંકિતભાઈ ઉત્તમભાઈ પટેલ ભાજપ સાથે જોડાયેલા હતા પક્ષ સાથે રહીને તેમણે સમાજસેવા અને હરેક કામોમાં લોકોને મદદરૂપ બન્યા છે એમાં યુવાનોમાં રમત-ગમતમાં પ્રોત્સાહન આપી વૃક્ષારોપણ પર્યાવરણને સાચવું કે પછી યુવાઓને સમાજને મદદરૂપ બની સમજમાં જાગૃતિ લાવવા હંમેશા યુવાઓ સાથે પોતે અગ્રેસર રહ્યા છે વીતેલા વર્ષમાં આવેલી કોરોના મહામારીના લાગેલા લોકડાઉન દરમિયાન પણ તેમણે, બ્લડ કેમ્પ, સમાજમાં ભૂખ્યાને ભોજન અને અટવાયેલા લોકોને પોતાના ઘરે પોહ્ચાડવાની કર્તવ્ય પરાયણતા દાખવી માનવતાની મહેક સમાજમાં પ્રસરાવી હતી

આજે જયારે ભાજપ પક્ષ દ્વારા તેમની તાલુકા પંચાયતના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી રહી છે ત્યારે દરેક કાર્યકર્તાઓમાં એક નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભાજપ સાથે જોડાયેલા સર્વ કાર્યકર્તામાં અંકિતભાઈ પ્રત્યેનું આ લાગણી સભર વલણ તેમની મહાનતા છતી કરે છે. ઉપસ્થિત લોકોનું કહેવું છે કે ભાજપે પારડી તાલુકા પંચાયતમાં આ વખતે ખરેખર હંમેશા સમાજના ઉત્થાનમાં અગ્રેસર રહેતા કાર્યકર્તાની પસંદગી ઉતારી છે.

તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં પારડી તાલુકાની પંચાયત-૧ પર ભાજપ પક્ષ તરફથી મળેલી ટીકીટ પર  અંકિતભાઈ ખુબ જ ભાવવિભોર બની ગયા હતા તેમનું કહેવું છે કે પારડી તાલુકાના ઈતિહાસમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં સૌથી નાની વયમાં ઉમેદવાર તરીકે મને પસંદ કરવામાં આવ્યો છે તે બદલ હું ભારતીય જનતા પાર્ટી, પાર્ટીના વરિષ્ઠ હોદ્દેદારો અને સર્વ કાર્યકર્તાનો આભારી છું. આપ સર્વોએ જે મારા પર વિશ્વાસ મુક્યો છે તેને સંપૂર્ણ સાર્થક કરવાનો પ્રયાસ કરીશ અને ભાજપ પક્ષને વિજયની દિશામાં દોરી જવાનો સંકલ્પ કરું છુ. આપ સૌનો ફરી એક વખત આભાર માનું છુ .

આવનારો સમય અને લોકનિર્ણય હાલમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચુંટણી લડનારા પક્ષો અને ઉમેદવારોના પરિણામો અને ઉજ્જવળ ભવિષ્ય નક્કી કરશે.