વલસાડ જિલ્લામાં RTO અને વલસાડ પોલીસ દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી તારીખ 18 જાન્યુઆરી થી 17 ફેરબ્રુઆરી દરમ્યાન કરવામાં આવી છે ત્યારે આ અંતર્ગત આજે ધરમપુર પોલીસ લોકમંગલં ચેરીટેબલ ટ્રસ્ટ અને  BRS કોલેજ બીલપુડી ના વિધાર્થીઓ અને NCCના કેડેટના દ્વારા આજે ધરમપુર નગરમાં એક જનજાગૃતિની રેલીનું આયોજન ધરમપુરના PSI A.K દેસાઈની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું.

ટ્રાફિક જનજાગૃતિની આ રેલી ધરમપુર ત્રણ દરવાજા થઇને પાલિકા કચેરી, રોડ હેડ ગોવાર ચોક , ગાંધી બાગ, ઝંડા ચોક, સમડી ચોક, બજાર અને પછી પોલીસ મથક પર પુર્ણાહુતી કરવામાં આવી હતી.  રેલીમાં વાહન ચાલકોની જાગૃતિ માટે NCC કેડેટ અને BRS કોલેજના વિધાર્થીઓના હાથમાં વિવિધ બેનરો અને ટ્રાફિક જાગૃતિના સુત્રોચાર પણ કરવામાં આવ્યા હતા

આ રેલી દરમિયાન માર્ગમાં મળેલા હેલ્મેટ અને સીટ બેલ્ટ બાંધેલા ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહન ચાલકોને RTOના નિયમોનું પાલન કરવા માટે PSI A.K દેસાઈ અને લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના સંસ્થાપક નિલમભાઈ દ્વારા ગુલાબના ફૂલ આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. અને આ રેલીનું પણ શેહરીજનો એ ફૂલો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આપણે ત્યાં દર વર્ષે 5 લાખથી વધારે રોડ અકસ્માતો માત્ર ટ્રાફિક રૂલ્સ તોડવાના કારણે થાય છે. જેમાં દોઢ લાખથી વધારે લોકો અકસ્માતમાં મૃત્યુ પામે છે. આમ છતાં લોકો દ્વારા ઘણા અંશે ટ્રાફિકો નિયમોનું ઉલ્લઘન થતું નજરે પડે છે. આ રેલીનો નિર્ણય અને મુખ્ય ઉદ્દેશ શહેરમાં થતા અકસ્માતોનો પ્રમાણ ઘટે અને લોકો ટ્રાફિક નિયમો વિષે જાગૃત બને એ હતો.