દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

તાપી : ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે ? આ જ શબ્દો સાકાર થતા હોય તેમ વ્યારા તાલુકાના રૂપવાડા ગામે રહેતા બે યુવકો રાતે મિત્રના લગ્નમાં જવાનું કહી મોટરસાયકલ પર નીકળ્યા હતા જેમની લાશ વ્યારાના કાજણ ગામના ગોવાળદેવના મંદિર પાછળ સાગના ઝાડ પર નાયલોનની દોરી વડે ફાંસો ખાધેલી હાલતમાં સોમવારે સાંજે મળી આવી.

ડીસીઝન ન્યુઝને મળેલી માહિતી પ્રમાણે વ્યારા તાલુકાના રૂપવાડા ગામના આંબલી ફળિયામાં રહેતા ૨૧ વર્ષીય અનિલભાઈ લાલજીભાઈ ચૌધરી અને  ૨૨ વર્ષીય જગદીશભાઈ રણજીતભાઈ ચૌધરી નામના બે યુવકો છુટક કડીયા કામ કરી પોતાનું જીવન  વિતાવતા હતા. રવિવારે રાત્રે તેઓ વ્યારાના કેળકુઈ ખાતે લગ્નમાં જવા બાઇક લઈને નીકળ્યા હતા જે ઘરે પરત ફર્યા ઘરે ન હતા. ત્યાં જ કાજણ ગામમાં આવેલા ગોવાળદેવ મંદિર પાછળ સાગના ઝાડ સાથે બે અજાણ્યા યુવકોની ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા અને સ્થાનીકોએ ગામના સરપંચ જાણ કરી હતી સરપંચે આ અંગે વ્યારા પોલીસને જાણ કરી ત્યારે પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ યુવકો અનિલ ચૌધરી અને જગદીશ ચૌધરી છે

આ બનાવની જાણ થતાં વ્યારા પોલીસ ઘટના સ્થળે જઈને યુવાનોની લાશોને પીએમ માટે મોકલી આપવામાં આવી છે પોલીસ તપાસમાં અનિલ પાસે મોબાઈલ હતો અને જગદીશ પાસે નહિ. જયારે થોડા અંતરે મોટરસાયકલ પાર્ક કરેલી હતી. આ બન્ને યુવકોએ ફાંસો ખાવાની ઘટના અનેક રહસ્યો ઉભા કર્યા છે. વ્યારા પોલીસ તજવીજમાં આ બનાવની સાચી હકીકત બહારના અણસાર સ્થાનીકોમાં સેવાઈ રહ્યા છે.