ઓસ્ટ્રેલિયાને તેની ધરતી પર હરાવ્યા બાદ ભારતીય ટીમ ઈગ્લેન્ડની ટીમને પોતાના ઘર આંગણે હરાવવા માટે ઉત્સાહિત હતી. પરંતુ પ્રથમ ટેસ્ટમાં જ તેનાથી વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયાએ મંગળવારે ઈંગ્લેન્જ વિરુદ્ધ સિરીઝની પ્રથમ મેચમાં 227 રનથી કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ સાથે ટીમ ચોથા સ્થાને પહોંચી ગઈ છે. અને ઈંગ્લેન્ડ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે.

આઈસીસી રેન્કિંગની ટોપ નવ ટીમો આ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે. આ ટીમો છે- ભારત, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા. જે મેચોમાં આયર્લેન્ડ અને અફઘાનિસ્તાન સામેલ હશે તે ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ હશે નહીં.

https://twitter.com/ICC/status/1359052396752633862?s=20

નોંધનીય છે કે, રોહિત શર્મા અને શુભમન ગિલે ભારતની બીજી ઈનિગની શરૂઆત કરી હતી. પાંચમાં દિવસે ભારતને ચેતેશ્વર પૂજારા તરીકે પહેલો ઝટકો લાગ્યો હતો. લીસનાં બોલ પર 15 રન બનાવી પૂજારા સ્ટોક્સનાં હાથે કેચ આઉટ થયો હતો. શુભમન ગિલે ચેન્નઈમાં 81 બોલમાં 7 ચોક્કા અને 1 છક્કાની મદદથી અડધી સદી પૂરી કરી હતી. વળી બીજી તરફ ભારતીય ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીએ બીજી ઇનિંગમાં 74 બોલમાં 6 ચોક્કાની મદદથી અડધી સદી પૂરી કરી હતી. કોહલી ચેન્નઈ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં આવું કરનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો છે.