વલસાડ: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા વર્તમાન સમયમાં કોરોના વેક્સીનને આપવાના મુદ્દે બેદરકારીની ઘટના  સામે આવી છે. જે ખરેખર નિંદનીય બાબત કહી શકાય છે આ ઘટના સામે આવતા સ્થાનિક લોકોમાં રોષ અને ભયનો માહોલ સર્જયોના અહેવાલ મળ્યા છે.

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કપરાડા તાલુકાના વેરીભવાડા ગામમાં રહેતા સાવિત્રી બેન તુલસીરામ ભાઈ જાજરને સિકલસેલ રોગ છે છતાં ગામમાં આવેલ આંગણવાડી- ૨ સેન્ટરમાં કોરોના વેકસીન અપાયાની ઘટના ઘટી છે જ્યારે કોરોના ગાઈડલાઈન્સ પ્રમાણે આ નિયમ વિરુધ્ધ છે અને એના પર વહીવટી તંત્રે પગલાં લેવા જોઈએ.

આવી જ ઘટના કપરાડા તાલુકાના માંડવા ગામનાં મયુરીબેન પ્રવીણભાઈ ગાંવિતને પણ ગામની આંગણવાડી-૧૦ સેન્ટરમાં આપવામાં આવી હતી. આજે લગભગ 25 અંદાજીતને આંગણવાડી બહેનોને વેકસીન આપવામાં આવ્યું હતું  કપરાડાના સામાજિક કાર્યકર જ્યેન્દ્ર ગાંવિતએ જ્યારે માંડવા PHCની મુલાકાત લીધી હતી અને ફરજ બજાવતા ડોકટર દિવ્યેશ પટેલ સાથે વાતચીત કરતા પૂછ્યું કે શું લોકોને વેકસીન આપ્યા પછી કેમ પ્રોબ્લમ થાય છે ? એમણે જણાવ્યું કે  શરૂવાતમાં થોડો પ્રોબ્લેમ આવે છે પણ અમને ઉપરથી આદેશ છે જેનું પાલન અમારે કરવાનું હોય છે.