સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને કપરાડા તાલુકાની ૧૮-કરચોંડ જિલ્લા પંચાયત સીટ પર ભારતીય જનતા પાર્ટીમાંથી ચાર ઉમેદવારોએ જિલ્લા પંચાયત સીટની ટિકિટની માંગણી કરવામાં આવી છે, જેમાં (૧) લક્ષ્મણભાઈ બાબુભાઈ જનાથીયા, (૨) સુરેશભાઈ જાનુભાઈ કાનાત, (૩) ગોવિંદભાઈ બાબલુભાઈ બોરસા અને (૪) ભગવાનભાઈ સોમાભાઈ બાંતરી, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પક્ષમાંથી આવેલ ભગવાનભાઈ સોમાભાઈ બાંતરીને સંભવિત ઉમેદવાર તરીકે નામ જાહેર કરાતાં કરચોંડ જિલ્લા પંચાયત સીટના ભાજપી કાર્યકરો તેમજ સરપંચો કકળાટ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ૧૮-કરચોંડ જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસ પક્ષમાંથી આવેલ ભગવાનભાઈ સોમાભાઈ બાંતરીને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપશે, તો તેમની સામે લક્ષ્મણભાઈ બાબુભાઈ જનાથીયાને અપક્ષ તરીકે ઉમેદવારી કરાવશે તેવું ભાજપી કાર્યકરો તેમજ સરપંચો જણાવી રહ્યા છે.