કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો સરકારને આગામી રાઉન્ડની વાર્તા માટે સમય નક્કી કરવાનું કહ્યું છે. મહત્વનું છે કે યુનિયનો તરફથી વાતચીતની આ પહેલ એવા સમયે આવી છે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં કિસાનોને અપીલ કરી હતી કે તે પોતાનું આંદોલન સમાપ્ત કરે.

સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરનાક કિસાન સંઘોએ સરકારને આગામી તબક્કાની વાર્તા માટે તારીખ નક્કી કરવાનું કહ્યું છે. મહત્વનું છે કે આ પહેલા નરેન્દ્ર મોદીએ સોમવારે ત્રણ કૃષિ કાયદાની વિરુદ્ધ આંદોલનકારી કિસાનો, ખાસ કરીને પંજાબના કિસાનો દ્વારા ઉપયોગ કરાયેલી ભાષાની આલોચના કરી અને કહ્યું કે, તેનાથી કોઈનું ભલુ થશે નહીં. તેમણે કિસાનોને પોતાનું આંદોલન સમાપ્ત કરી કૃષિ સુધારને એક તક આપવાનો આગ્રહ કરતા કહ્યુ કે, આ સમય ખેતીને ખુશહાલ બનાવવાનો છે અને દેશે આ દિશામાં આગળ વધવુ જોઈએ.

રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર રજૂ ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ કૃષિ સુધાર પર ‘યૂ-ટર્ન’ લેવા માટે કોંગ્રેસને આડે હાથ લીધી અને કહ્યું કે, છેલ્લા કેટલાક સમયથી આ દેશમાં આંદોલનકારીઓની એક નવી જમાત દેવા થઈ છે જે આંદોલન વગર ન રહી શકે.

પ્રધાનમંત્રીએ કહ્યું, અમે આંદોલન સાથે જોડાયેલા લોકોને સતત પ્રાર્થના કરીએ છીએ કે આંદોલન કરવું તમારો હક છે, પરંતુ વૃદ્ધો ત્યાં બેઠા છે, તેને લઈ જાવ. આંદોલન સમાપ્ત કરો. આગળ બેસીને ચર્ચા કરીશું, બધા રસ્તા ખુલ્લા છે. આ બધુ અમે કહ્યું છે અને આજે હું પણ આ ગૃહના માધ્યમથી નિમંત્રણ આપુ છું. તેમણે કહ્યું, આ ખેતીને ખુશહાલ બનાવવા માટે નિર્ણય લેવાનો સમય છે અને આ સમયને આપણે ન ગુમાવવો જોઈએ. આપણે આગળ વધવુ જોઈએ, દેશને પાછળ ન લઈ જવો જોઈએ.

કિસાન યુનિયનોને પ્રધાનમંત્રી દ્વારા વાર્તાનું આમંત્રણ આપવાના સવાલ પર કિસાન નેતા રાકેશ ટિકૈતએ કહ્યું કે, કિસાન સંઘ સરકારની સાથે વાતચીત માટે તૈયાર છે પરંતુ આ ઔપચારિક રસ્તાથી થવું જોઈએ. તેમણે કહ્યું, યોગ્ય વાર્તા દ્વારા કોઈપણ મુદ્દાને ઉકેલી શકાય છે. વાર્તા શરૂ કરવા માટે અમે સૈદ્ધાંતિક રૂપે તૈયાર છીએ.