કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતોનું આંદોલન છેલ્લા બે મહિનાથી પણ વધારે સમયથી ચાલી રહ્યું છે. આ વચ્ચે કેન્દ્ર સરકાર પર કાયદાઓને પરત લેવા માટે વિપક્ષની સાથે-સાથે અલગ-અળગ રાજ્યો અને સાથી પાર્ટીઓથી પણ દબાણ વધ્યું છે. જોકે, સરકાર હવે આ મુદ્દા ઉપર પાછા હટવા માટે તૈયાર નથી. આને લઈને ભાજપાએ રાજ્યસભામાં સાંસદોને ત્રણ લાઈનનું વ્હીપ રજૂ કર્યું છે. જેમાં સાંસદોને 8 માંથી 12 ફેબ્રુઆરી વચ્ચે સંસદમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે, જેથી કૃષિ કાયદાઓ પર પાર્ટીનો પક્ષ મજબૂતીથી રાખવામાં આવી શકે.
નોંધનીય છે કે, ખેડૂત આંદોલનની ગૂંજ વિદેશ સુધી સંભળાવવા લાગી છે. એક તરફ અમેરિકાએ નિવેદન રજૂ કરીને કૃષિ કાયદાઓનું સમર્થન કર્યું છે તો કેટલાક વિદેશી સેલિબ્રેટિઝ આંદોલનના સમર્થનમાં સોશિયલ મીડિયા પર વિચાર રાખવામાં આવી રહ્યો છે. વિદેશીઓને દખલ પર ભારતે વાંધો ઉઠાવ્યો છે. ખેડૂતો નેતાઓએ 6 જાન્યુઆરીએ ચક્કાજામ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય પછી પોલીસ પ્રશાસન આ વિરોધ પ્રદર્શનને રોકવામાં લાગી ગયું છે. બોર્ડર સીલ કરવામાં આવી રહ્યાં છે અને હાઈવે ઉપર પણ અનેક જગ્યાઓ પર બેરિકેડિંગ કરી દેવામાં આવી છે. જોકે, ખેડૂત પાછળ હટવા માટે તૈયાર નથી.
તો બીજી તરફ પશ્ચિમ યૂપીમાં ખેડૂત મહાપંચાયતોના આયોજનની જાહેરાત પણ કરી ચૂક્યા છે. આ આંદોલને પશ્ચિમ યુપીમાં મુસ્લિમો અને જાટોને એકસાથે લાવીને ઉભા કરી દેતા એક નવી જ પરિવર્તનના પવન ફૂંકાઈ રહ્યાં છે. ખેડૂત યૂનિયનો સાથે એક વખત ફરીથી મુસ્લિમો જોડાઈ રહ્યાં છે.