વર્તમાન સમયમાં જોઈએ તો ગુજરાતમાં દિવસેને દિવસે આત્મહત્યાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અને એમાં પણ પ્રેમમાં મળેલી નિષ્ફળતાના કારણે યુવાન-યુવતી દ્વારા થતી આત્મહત્યાની પ્રમાણ વધારે જોવા મળે છે. આવી જ ઘટના આજે સવારે બનાસકાંઠાની વધુ એક પ્રેમી પંખીડાનો આપધાતની સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠાના નગાણા ગામની સીમમાં એક પ્રેમી પંખીડાએ ઝાડ પર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે આ મામલે છાપી પોલીસને જાણ થતા તે ઘટનાસ્થળે પહોંચી બંને મૃતકના મૃતદેહને પીએમ અર્થે વડગામ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાની જાણકારી મળતા છાપી પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે, વડગામ તાલુકાના નગાણા ગામની સીમમાં પ્રેમી પંખીડાઓએ આપઘાત કર્યો હતો. સરસ્વતી નદીના કાંઠે બે પ્રેમી- પંખીડાઓની ઝાડ પર લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ઘટના પાછળ જવાબદાર કોણ ? પ્રેમીઓ કે સમાજ ! નિર્ણય તમારો !