દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસ પર ટ્રેક્ટર રેલી દરમિયાન બનેલા ઘટનાક્રમ બાદ ખેડૂત આંદોલને નવો વળાંક લીધો છે. દિલ્હીના રસ્તાઓથી લઇને લાલ કિલ્લા સુધી હિંસાની ફોટોગ્રાફ્સ દેશને વિચલિત કર્યો હતો અને આંદોલન બંધ થાય એવા એંધાણ જોવા મળ્યા હતા પરંતુ ભારતીય કિસાન યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતની ભાવુક અપીલ બાદ જાટ બેલ્ટમાં ખેડૂતોએ આરપારની લડાઈની જાહેરાત કરી છે. અહીં થઈ રહેલી મહાપંચાયતમાં અનેક પાડોશી રાજ્યોના ખેડૂતો ભેગા થઈ રહ્યા છે.

સુત્રો દ્વારા જાણકારી મળી રહી છે કે ખેડૂતો દિલ્હી ચાલતા રેલી કરવાની જાહેરાત કરી શકે છે. ખેડૂત આંદોલનનું કેન્દ્ર હવે વેસ્ટ યૂપી બની રહ્યું છે. ગાઝીપુર બૉર્ડર પર રાકેશ ટિકૈતના આંસૂઓ બાદ જિલ્લામાં માહોલ ગરમાયો છે. ખેડૂતોના મસીહા મનાતા મહેન્દ્ર સિંહ ટિકૈતના જન્મસ્થળ સિસૌલીને ખેડૂતોને રાજધાની કહેવામાં આવે છે. અહીં રાજકીય ઇન્ટર કૉલેજમાં મહાપંચાયતમાં હવે શક્તિ પ્રદર્શનની તૈયારી છે. સઘન સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે સિસૌલીનું બજાર બંધ છે. આ દરમિયાન રાષ્ટ્રીય લોકદળ, સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ નેતાઓના ખુલ્લા સમર્થનમાં આવવાથી આંદોલન અને ગરમવાના અણસાર છે.

BKU પ્રમુખ નરેશ ટિકૈતે ખેડૂતોને સંપૂર્ણ રીતે શાંતિ વ્યવસ્થા જાળવી રાખવાની અપીલ કરી છે. સિસૌલી મહાપંચાયતમાં ગાઝીપુર બૉર્ડરથી ધરણા ઉઠાવવાની જાહેરાત કરનારા નરેશ ટિકૈત પણ નાના ભાઈ રાકેશ ટિકૈતના ભાવુક થયા બાદ પોતાની વાતથી પલટી ગયા. મોડી રાત્રે ઇમરજન્સી પંચાયત બોલાવીને ટિકૈતે ખેડૂતોને જલદીથી જલદી ગાઝીપુર બૉર્ડર પહોંચવાના નિર્દેશ આપ્યા છે. સિસૌલી પંચાયતમાં શુક્રવારના મુઝફ્ફરનગર શહેરની રાજકીય ઇન્ટર કૉલેજમાં મહાપંચાયતની જાહેરાત કરવામાં આવી. નરેશ ટિકૈતે સરકારને ચેતવણી પણ આપી છે કે જો ગાઝીપુરમાં કોઈ ખેડૂતને થોડીક પણ ઇજા થઈ તો સરકારે સૈંકડો લાશોના ઢગલા પરથી પસાર થવું પડશે.

ટિકૈતનો ભાવુક વિડીયો વાયરલ થયો હતો ત્યાર બાદ મહાપંચાયતની જાહેરાત કરી હતી અને ખેડૂતોને કહેવામાં આવ્યું કે મહાપંચાયતમાં એટલી ભીડ ભેગી થઈ જાય કે સરકારે ખેડૂતોની એકતા આગળ ઝુકવું પડે. રાતભર BKUની અસરવાળા ગામમાં ભીડ ભેગી કરવા માટે બેઠકો ચાલી. આરએલડી, કોંગ્રેસ અને એસપીએ પણ મહાપંચાયતને સમર્થન આપીને બીકેયૂનું મનોબળ વધારવામાં આવ્યું. બીજી તરફ મહાપંચાયત દરમિયાન કાયદા વ્યવસ્થા બનાવી રાખવા પોલીસ માટે કોઈ પડકારથી ઓછું નહીં હોય. આવામાં આખી રેન્જથી પોલીસદળ બોલાવવાની સાથે અર્ધસૈનિકદળોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.