પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

વલસાડ: વલસાડ જીલ્લા પંચાયતએ હડતાળ ઉંપર ઉતારેલા ૬૫૦ થી વધુ કર્મચારીઓને જીલ્લાના C.D.H.O દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે. આરોગ્ય કર્મચારીઓ જો તાત્કાલિક ધોરણે હાજર ન થાય તો એપેડેમીક એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે

વલસાડ જીલ્લા પંચાયત સુત્રોના જણાવ્યા મુજબ ૧૬ જાન્યુઆરીથી કોરોના વેક્સીનેશન કાર્યક્રમ શરુ થવા અગાઉ ફર્માસિસ્ટ અને નર્સના પે ગ્રેડ સુધારવા સહીત પડતર પ્રશ્નો એન્ગે સરકારમાં રજુવાત બાદ પણ કોઈ ઉકેલ નહિ આવતા રાજ્ય સંઘના આદેશ મુજબ વલસાડ જીલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા ૧૨ જાન્યુઆરીથી વિભાગના ૭૬૭ કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતાર્યા હતા. જેમના કેટલાક કર્મચારીઓ પરત ફરજ ઉપર હાજર થઇ ગયા છે

કોરોના વેકસિન કાર્યક્રમ ચાલુ હોય સરકારે હડતાળ ઉપર ગયેલા કર્મચારીઓને પરત ફરજ પર ચઢી જવા આદેશ કર્યો છે છતા વલસાડ જીલ્લામાં પણ ૭૬૭ વિવિધ સંવર્ગના કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતા જેના પગલે આરોગ્યલક્ષી સેવાઓને અસર પહોચી હતી. એટલે કર્મચારી નોટીસ ફટકારી ફરજ પર હાજર થવાનો આદેશ કર્યો છે અન્યથા એપેડેમીક ડીસીઝ એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું