વાંસદા : નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આજે ચુંટણી આયોગે લગાવેલી આચારસંહિતાના નિયમો મુજબ સવારથી જ વાંસદા તાલુકામાં લગાવાયેલા રાજકીય નેતાઓના બેનરો ઉતારવાનું કાર્ય શરુ કરી દેવામાં આવ્યું છે.

ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજની ચુંટણી માટેની આચારસંહિતાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેના પગલે નવસારી જિલ્લાના તમામ તાલુકાની જેમ વાંસદા તાલુકામાં પણ પ નગર પંચાયત દ્વારા શહેરોમાં લાગેલા નેતાઓના બેનરો હટાવવાનું કામ સવારથી ચાલુ કરી દેવામાં આવ્યું હતું. જુઓ આ વિડીયોમાં..

નગર પંચાયતના કર્મચારીઓના કહેવા અનુસાર વાંસદા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચુંટણીની તટસ્થ રીતે યોજાય એની સંપૂર્ણ કાળજી રાખવા આવશે કોઈ પક્ષ કે ભેદભાવ આ ચુંટણીમાં ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવશે  નગર પંચાયતનો આ નિર્ણય ચુંટણીમાં કેટલો સાર્થક બનશે એ આવનારો સમય જ નક્કી કરશે