ભારત કોરોના મહામારી સામે લડતા ઘણા દેશોનાં સમર્થન તરીકે ઉભરી આવ્યો છે. ભારતે તેની રસીકરણ અભિયાનને અસર ન થવા દેતા કોરોના રસીનો માલ પડોશી દેશોમાં મોકલ્યો છે. આ જ ક્રમમાં ભારતે શુક્રવારે કોરોના રસીને બ્રાઝિલ મોકલી હતી.
બ્રાઝિલનાં રાષ્ટ્રપતિ ઝાયર બોલ્સોનારો આ રસી મેળવીને એટલા ખુશ થયા કે તેમણે ટ્વિટર પર ભારતનો અલગ અલગ રીતે આભાર માન્યો. રાષ્ટ્રપતિ બોલ્સાનારોએ સંજીવનીને લઇને આવેલા હનુમાનજીનો ફોટો ટ્વીટ કરીને ભારતનો આભાર માન્યો છે.
– Namaskar, Primeiro Ministro @narendramodi
– O Brasil sente-se honrado em ter um grande parceiro para superar um obstáculo global. Obrigado por nos auxiliar com as exportações de vacinas da Índia para o Brasil.
– Dhanyavaad! धनयवाद pic.twitter.com/OalUTnB5p8
— Jair M. Bolsonaro (@jairbolsonaro) January 22, 2021
તેમણે ટ્વિટ કર્યું, ‘બ્રાઝિલ વૈશ્વિક અવરોધને દૂર કરવાના પ્રયત્નોમાં સામેલ એક મહાન ભાગીદારને મેળવીને સન્માનિત અનુભવે છે. ભારતથી બ્રાઝિલ રસી મોકલવા બદલ આભાર.’ બોલ્સોનારોએ હિન્દીમાં ‘ધન્યવાદ’ પણ લખ્યું છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ટ્વીટ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું, ‘કોરોના રોગચાળા સાથે વ્યવહાર કરવામાં બ્રાઝિલનો વિશ્વસનીય ભાગીદાર બનવામાં અમારું સન્માન છે. અમે આરોગ્ય સેવાનાં ક્ષેત્રમાં સહકારને મજબૂત બનાવવાનું ચાલુ રાખીશું. અહેવાલો અનુસાર, ભારત, બ્રાઝિલ અને મોરક્કોને કોરોનાની 20-20 લાખ ડોઝ કોમર્શિયલ સપ્લાઈ કરી રહ્યુ છે. આ અગાઉ નેબરહુડ ફર્સ્ટ પોલિસી હેઠળ ભારતે મ્યાનમારમાં રસીનાં 1.5 મિલિયન ડોઝ, સેશેલ્સને 50,000 ડોઝ અને મોરેશિયસને 1 લાખ ડોઝ મોકલ્યા છે.