એક્ટર સૂદએ જહુમાં રહેણાંક મકાનને કથિત ગેરકાયદે હોટેલમાં ફેરવવા બદલ મુંબઇ મહાપાલિકાની નોટિસ સામેની અપીલને ફગાવતા બોમ્બે હાઇકોર્ટના આદેશને અભિનેતા સોનુ સૂદએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સૂદના વકિલ વિનીત ધાંદાએ આ અંગેની માહિતી માધ્યમને આપી હતી મુંબઇ મહાપાલિકાના જણાવ્યા મુજબ અભિનેતાએ છ માળની રહેણાંક ઇમારત શ્તિસાગરના માળખાકીય ફેરફાર કરીને પરવાનગી વિના હોટેલમાં ફેરવી નાખી છે.

પાલિકાએ જૂહુ પોલીસ  સ્ટેશનમાં એફઆઇઆર નોંધીને શોનુ સુદ સામે પગલાં લેવાની ફરિયાદ કરી છે. પોલીસે આ પ્રકરણે હજી એફઆઇઆર નોંધી નથી. સુદે હાઇ કોર્ટમાં અરજી કરીને પાલિકાની નોટિસ રદ કરીને વચગાળાની રાહત માગી હતી. બોમ્બે હાઈકોર્ટે તે ફગાવી દીધી હતી.