અભિનેત્રી કંગના રનૌત શરૂઆતથી જ ખેડૂત આંદોલન અંગે અવાજ ઉઠાવે છે, અને પોતાની ટિપ્પણીઓને કારણે તે સતત હેડલાઇન્સ બનાવે છે. પરંતુ કંગનાએ એક પછી એક વિવાદાસ્પદ ટિપ્પણી થી ઘેરાયેલી રહે છે. તેમની સામે કર્ણાટકના બેલાગવી જિલ્લામાં ફરિયાદ નોંધાઈ છે. રાજધાની દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડુતો પરની ટિપ્પણીઓને કારણે કંગના સામે ફરિયાદ કરવામાં આવી છે.
અભિનેત્રીએ ભૂતકાળમાં ખેડૂત આંદોલનની ટીકા કરી હતી અને વિરોધ કરી રહેલા ખેડૂતોને આતંકવાદી ગણાવ્યા હતા. અહેવાલો અનુસાર, ખેડુતોને આતંકવાદી કહેવાના કારણે તેની વિરુદ્ધ પોલીસમાં ગુનાહિત ફરિયાદ નોંધાઈ છે. તેમની સામે શહેર વકીલ હર્ષવર્ધન પાટીલે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ કંગના વિરુદ્ધ આઈપીસીની કલમ 153, 154, 503, 504 505-1, 505 એ, 505 બી, 505-2, અને 506 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
હર્ષવર્ધન પાટીલે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે જો પોલીસે કંગના સામે એફઆઈઆર નોંધવાની અને તપાસ શરૂ કરવાની ના પાડી તો તે કોર્ટમાં જશે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ તે બોલિવૂડ સ્ટાર્સ સામે પણ ફરિયાદ નોંધાશે જેઓ આંદોલનકારી ખેડૂતોનું અપમાન કરી રહ્યા છે. જ્યારે કંગના રનૌત સામે નોંધાયેલી ફરિયાદની પુષ્ટિ બેલાગવી પોલીસ કમિશનર કે થિયાગરાજને પણ કરી છે. તેમણે કહ્યું કે ફરિયાદ નોંધી લેવામાં આવી છે. જોકે, હજી સુધી કોઈ એફઆઈઆર નોંધાઈ નથી. કમિશનરે કહ્યું કે અમે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી કરીશું.