Photo, indianexpress

26 જાન્યુઆરીના દિવસએ રાજધાની દિલ્હીમાં થયેલી હિંસાના મુખ્ય આરોપી દીપ સિદ્ધુની દિલ્હી પોલીસે આજે સવારે ધરપકડ કરી છે. ધરપકડ બાદ પોલીસે આરોપી દીપ સિદ્ધુને દિલ્હીની તીસ હજારી કોર્ટમાં રજુ કર્યો હતો. સાથે જ પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ દીપ સિદ્ધુના 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી.

પરંતુ કોર્ટે દીપ સિદ્ધુને સાત દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યો છે. દીપ સિદ્ધુની હાજરીને લઇને તીસ હજારી કોર્ટમાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઘટના દરમિયાને કોર્ટે પોલીસને થોડા સમય માટે દીપ સિદ્ધુની પૂછપરછ માટેની પણ અનુમતિ આપી હતી. જેના કારણે ટ્રેક્ટર પરેડ હિંસક લઇને લાલ કિલલા સુધી કઇ રીતે પહોંચી તે જાણી શકાય. આ દરમિયાન તેની સાથે પોલીસે અનેક મુદ્દાઓને લઇને પૂછપરછ કરી, જેમાં અનેક ખુલાસા પણ થયા છે.

નોંધનીય છે કે દિલ્હી અને લાલ કિલ્લા હિંસાનો મુખ્ય આરોપી દીપ સિદ્ધુ છેલ્લા 15 દ્વસથી પોલીસ પકડથી દૂર હતો. જેની આજે મંગળવારે વહેલી સવારે પંજાબના જિકરપુર વિસ્તારમાંથી પોલીસે ધરપકડ કરી છે. દિલ્હી પોલીસના સુત્રોના જણાવ્યા પ્રમાણે દીપ સિદ્ઘુ પુર્ણિયા જવાની ફિરાકમાં હતો, જ્યાં તેનો પરિવાર રહે છે.