નવસારી: આત્મહત્યાના કિસ્સાઓ વિધાર્થીઓમાં ધીમે ધીમે ગુજરાતમાં ખુબ જ વધી રહ્યા છે ત્યારે ગઈકાલે આત્મહત્યાનો એક વધુ ઘટના સામે આવી છે વાંસદા તાલુકાના બારતાડ ગામે આવેલ આશ્રમશાળાની હોસ્ટેલના રૂમમાં કપરાડાના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે.
વાંસદા તાલુકાના ખાનપુર બારતાડ ગામે આવેલ ઉત્તર બુનિયાદી આશ્રમશાળાની હોસ્ટેલના કપરાડા તાલુકાના ફૂટી ફળિયામાં રહેતા ૧૬ વર્ષીય જીગ્નેશ ત્રિકમભાઈ અભ્યાસ કરતા હતા જેમણે તા.૮ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ હોસ્ટેલના રૂમની છતના ભાગે લાકડા સાથે નાયલોન દોરી વડે કોઈ અગમ્ય કારણો સર ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગેની ફરિયાદ મરનારના પિતા ત્રિકમભાઈ ભોવાનભાઈ વાઘએ વાંસદા પોલીસ મથકે નોંધાવી હતી વિધાર્થીએ ભરેલા આ નામોશી ભર્યા કાર્ય એટલે કે આત્મહત્યા કરવાના નિર્ણય પાછળ કયા કારણો જવાબદાર છે તેની વધુ તપાસ વાંસદા સિનીયર PSI વિરેન્દ્રસિંહ વાઘેલાએ હાથ ધરી છે.