VTV ફોટોગ્રાફ્સ

ગઈકાલે કૃષિ કાયદાના વિરોધને લઇને ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં નવો વળાંક આવ્યો છે. દિલ્લીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ સિંધુ બોર્ડર પરથી શંકાસ્પદ વ્યક્તિને પકડ્યો છે. જેના દ્વારા ૨૬ મી જાન્યુઆરીના દિવસે 4 ખેડૂત નેતાઓને ગોળી મારવાના ષડયંત્ર કરવામાં આવ્યાનો સ્વીકાર કરે છે. હવે આ ખેડૂત આંદોલન કઈ દિશામાં ગતિ કરશે એ જોવું રસપ્રદ બની રહશે

 

ખેડૂતોએ શંકાસ્પદ વ્યક્તિને ઝડપી લઇને પોલીસને સોંપ્યો છે. ખેડૂતોએ આંદોલન તોડવાનું ષડયંત્ર રચ્યું હોવાના દાવો કર્યો છે. જેમાં ખેડૂતોની રેલીમાં ઉત્પાદ મચવવાનું ષડયંત્ર રચ્યું હોવાનું જણાવામાં આવ્યું છે. 26મી તારીખના આંદોલનમાં સ્ટેજ પર રહેનાર 4 ખેડૂત નેતાઓને ગોળી મારવાનું ષડયંત્રનો દાવો કરવામાં આવ્યો છે.

મીડિયા રીપોર્ટ અનુસાર જોઈએ તો પકડાયેલા વ્યક્તિએ હરિયાણના એક પોલીસ અધિકારીનું નામ પણ લીધું અને પોલીસને 4 નેતાઓનો ફોટો આપ્યા છે જેના પર ગોળી મારવાનું તેમને કહેવામાં આવ્યું હતું. આ શંકાસ્પદ વ્યક્તિએ ખેડૂત આંદોલન અંગે જાણ મેળવવા 2 ટીમ બનાવામાં આવી હોવાનો દાવો કરાયો છે. ટ્રેકટર રેલીમાં ખેડૂતો વચ્ચે ભળીને હુમલા કરવાનો અમારો પ્લાન હોવાનું સ્વીકાર્યું છે.

શંકાસ્પદ વ્યક્તિએ કહ્યું કે 26 જાન્યુઆરીના રોજ તેની યોજના પ્રદર્શનકારી ખેડૂતો સાથે મળી જવાની હતી. જો પ્રદર્શનકારીઓ પરેડની સાથે નિકળતા તો અમને તેમના પર ફાયરિંગ કરવા અંગે અમને કહેવામાં આવ્યું હતું. આ યુવકને હાલમાં ક્રાઇમ બ્રાંચની ઓફિસ લઇ સોપી દેવામાં આવ્યો છે.

ક્રાઇમ બ્રાંચના જણાવ્યા અનુસાર પુછપરછ આરોપી કહ્યું છે કે તેનું નામ યોગેશ સોનીપત છે અને તે ન્યૂ જીવન નગરનો નિવાસી છે. તે ધોરણ 9મી નાપાસ છે. હાલમાં તેનો કોઇ આગળ અપરાધિક રેકોર્ડ પોલીસને મળ્યો નથી. હવે આ ઘટનાને ખેડૂતો કઈ નજરિયા થી જોશે અને શું નિર્ણય લેશે તથા આ ખેડૂત આંદોલન કઈ દિશામાં ગતિ કરશે એ જોવું રસપ્રદ બની રહશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.